બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / water crisis in india half of the people will not get drinking water by 2050
Last Updated: 01:13 PM, 4 November 2020
ADVERTISEMENT
રિસર્ચ મુજબ જો જળવાયુ પરિવર્તન પર વૈશ્વિત સ્તર પર ધ્યાન નહીં આપવામાં આવ્યું અને તેને અનુકુળ બનાવવા માટે તાત્કાલિક પ્રયત્ન ન કરવામાં આવ્યો તો ભારતના 30થી વધારે શહેરોમાં ભારે જળ સંકટનો સામનો કરવો પડી શકે છે.
ભારતના જે શહેરોમાં જળ સંકટનો સૌથી પહેલા સામનો કરવો પડી શકે તેમાં મુંબઈ, બેંગલુરુ, કોલકત્તા, જયપુર, ઈન્દોર, અમૃતસર પુણે, શ્રીનગર સહિત લગભગ 30 શહેરોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવ્યાનુંસાર 2050 સુધી જળ સંકટ ચરમ પર પહોંચી શકે છે અને જેનાથી કરોડા લોકો પર ખરાબ અસર પડી શકે છે.
ADVERTISEMENT
જે શહેરોમાં પાણીની ભારે અછત હોઈ શકે છે તેની યાદીમાં જયપુર 30 લાખની વસ્તી સાથે 45માં નંબર પર છે જ્યારે 20 લાખની જનસંખ્યાની સાથે ઈન્દોર 75માં સ્થાન પર છે. જે વિસ્તારોમાં હજું સુધી જળ સંકટ 17 ટકા સુધી છે. તે વર્ષમાં 2050 સુધી વધીને 51 ટકા થઈ શકે છે.
આ રિસર્ચ રિપોર્ટમાં ભારતના જે શહેરોને જળ સંકટના કારણે અતિસંવેદનશીલ ગણાવ્યા છે તેમાં અમૃતસર, પૂણે, શ્રીનગર, કોલકત્તા, બેંગલુરુ, મુંબઈ, કોઝિકોડ, વડોદરા, રાજકોટ, કોટા, અમદાવાદ, મુંબઈ, ભોપાલ, ગ્વાલિયર, દિલ્હી, લખનૌ જેવા શહેરોનો સમાવેશ થાય છે.
આ અધ્યયનમાં વર્ષ 2030થી 2050ની વચ્ચે જે શહેરોએ જળ સંકટને લઈને જોખમી ભાગોમાં રાખવામાં આવ્યા છે તેમાં અમદાવાદ, અમૃતસર, ચંદીગઢ જેવા શહેરો પ્રમુખ છે.
ઉલ્લેખનીય છે કે રિસર્ચ કરનારી સંસ્થા વલ્ડ વાઈડ ફન્ડ (WWF)કંપનીઓ અને રોકાણકારઓને દુનિયાભરમાં પાણીની અછત, સંકટ, મૂલ્યાંકન અને મૂલ્યનિર્ધારણમાં મદદ કરે છે. WWFના ઈન્ડિયા પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. સેજલ વોરાએ કહ્યું કે ભારતમાં કોઈ પણ રીતે સ્થાયી જળસંકટનો સામનો કરી રહ્યું છે અને આ શહેરોનું ભવિષ્ય શું હોઈ શકે છે તેના પર ઉંડા મંથનની જરુર છે.
જો કે મીઠા જળના સંરક્ષણની યોજનાને લઈને સ્માર્ટ શહેર બનાવવાની યોજનાના વખાણ કરવામાં આવ્યા છે. વિશ્લેષણોમાં કહેવામાં આવ્યું છે કે જળ વ્યવસ્થાપન અને સમગ્ર ઢાંચાના વિકાસનો આમાં સમાવેશ થાય છે જેનાથી જળ સંતુલન બનાવી રાખવામાં મદદ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.