બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Water crisis in Gujarat, only 25 per cent water in 98 dams in the state

પાણીની પારાયણ / ગુજરાતમાં જળસંકટની આફતના ભણકારા, રાજ્યના 98 ડેમમાં માત્ર 25 ટકા જ પાણી

Kiran

Last Updated: 10:22 AM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદ ખેંચાતા મોટું જળ સંકટ સર્જાઈ શકે છે, કેમ કે રાજ્યના મોટા ભાગના ચેક ડેમમાં જોઈએ એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી

  • રાજ્યમાં જળસંકટની આફતના ભણકારા
  • રાજ્યમાં 65 ટકાથી ઓછો વરસાદ નોંધાયો
  • રાજ્યના 98 ડેમમાં માત્ર 25 ટકા જ પાણી

ગુજરાતમાં વરસાદ ખેંચાતા મોટું જળ સંકટ સર્જાઈ શકે છે, કેમ કે રાજ્યના મોટા ભાગના ચેક ડેમમાં જોઈએ એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી, રાજ્યમાં મોટા ભાગના ડેમોનું સ્થિતિ તરીયાઝાટક બની ગઈ છે. રાજ્યમાં 65 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 41.75 ટકા જ વરસાદ પડતા ખેડૂતો સિંચાઈ માટે પણ મોટી સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ રાજ્યના 98 ડેમોમાં માત્ર 25 ટકા જ પાણી બચ્યું છે. જેથી જો આ વખતે પણ વરસાદ સારો નહીં પડે તો પાણીની મોટી પારાયણ સર્જાઈ શકે છે.  



 

રાજ્યમાં 65 ટકાથી ઓછો વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદ ખેંચાતા જળસંકટ ઉભુ થઇ શકે છે...સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં પણ 24 કલાકમાં માત્ર 3 થી 4 સેમીનો વધારો થઇ રહ્યો છે... હાલ નર્મદા ડેમમાં 50 ટકાથી પણ ઓછું પાણી છે...ગતવર્ષની સરખામણીએ આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે...સરદાર સરોવર નર્મદા બંધ ગતવર્ષે 138.68 મીટરને પાર કરતા ડેમના 23 દરવાજો ખોલવામાં આવ્યા હતા...જોકે આ વર્ષે પરિસ્થિતિ કંઇક અલગ જ છે...નર્મદા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો માત્ર 487 MM જ વરસાદ પડ્યો છે..

રાજ્યના 98 ડેમમાં માત્ર 25 ટકા જ પાણી

રાજ્યના 112 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે 22 તાલુકાઓમાં માત્ર 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો 19 જિલ્લાઓમાં 50 ટકાથી વરસાદ થયો છે જેથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરરેરાશ કરતા ઓછો વરસાદ પડવાનીથી રાજ્યના ચેકડેમોમાં પાણીની આવક થઈ નથી જેથી હવે ડેમોમાં જળસ્તર નીચા ગયા છે. જેથી આ વખતે ગુજરાતમાં પાણીનો પ્રશ્ન વિકટ બની શકે તેવું લાગી રહ્યું છે. 

 

જો વાત કરવામાં આવે તો નર્મદા બંધની જળસપાટીમાં 6 સેન્ટીમીટરનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ડેમની જળસપાટી હાલ 115.75 મીટરે પહોંચી ગઈ છે. જો કે ઉપરવાસમાંથી ડેમમાં 18 હજાર 166 કયુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાંથી 32 હજાર 94 કયુસેક પાણીની જાવક થઈ રહી છે. આમ પાણીની આવક કરતા જાવક વધુ હોવાથી જળસપાટી સતત ઘટી રહી છે. 

ડેમમાં પાણીની આવક ઓછી જાવક વધુ થશે

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે...પરંતુ સરદાર સરોવરથી ૐકારેશ્વર ડેમ સુધીના વિસ્તારમાં ખુબ ઓછો વરસાદ છે...ઉપરવાસમાંથી પાણીની આવક માત્ર 12 હજાર 350 ક્યૂસેક થઇ રહી છે...જ્યારે જાવક 12 હજાર ક્યૂસેક છે... પણ જો હવે વરસાદ ન પડે તો પહેલાથી જ ઓછા ભરેલા ડેમમાંથી પીવાનું અને સિંચાઇનું પાણી આપવું પરવડે તેમ નથી, કારણ કે આવક ઓછી સામે પાણીની જાવક વધુ પ્રમાણમાં થઈ શકે છે જેના કારણે જો વરસાદ ન પડે તો ઓગસ્ટ બાદ સિંચાઇનું પાણી માંડ માંડ ખેડૂતોને મળશે એ પાક્કું છે. કારણ કે હાલ નર્મદા ડેમમાં 50 ટકાથી પણ ઓછું જેમાંથી પીવા લાયક પાણીનો જથ્થો રિઝર્વ રાખવો વધુ જરૂરી છે. જે કારણ ખેડૂતોના સિંચાઇના પાણી પણ વધુ કાપ મુકાય તેવી શક્યતાઓ છે. ખેડૂતોને પોતાનો પાક બચાવવા પાણીની વધુ જરૂર પડી શકે છે પણ ઓછા જથ્થાને કારણે સિંચાઇમાં મોટું સંકટ આવી શકે છે.

નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ શું કર્યો છે નિર્ણય?

હાલ નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર છે...નર્મદા નિગમના અધિકારીઓ પણ ઉપરવાસમાં સારા વરસાદની આશા રાખી બેઠા છે...રાજ્યમાં જો વરસાદ ખેંચાશે તો જળસંકટ ઉભુ થશે...ડેમમાં પાણી ઓછું હોવાના કારણે રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઇનું પાણી મળશે...તો નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો નિર્ણય કર્યો છે...જ્યારે બાકીનું પાણી ખેડૂતોને સિંચાઇ માટે આપવાની જાહેરાત કરી છે...હાલ વાપરી શકાય એટલું પાણી માત્ર 11 ટકા જ છે...નર્મદા ડેમમાંથી દરરોજ ઉદ્યોગોને 125 ક્યૂસેક પાણી અપાય છે...રાજ્ય સરકારે સિંચાઇ માટે કુલ 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Check dam Monsoon Water level gujarat water crisis આફત ચેકડેમ જળ સંકટ પાણી સમસ્યા water crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ