બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Water closure in today's Narmada canal in the border area of the summer

બનાસકાંઠા / ભર ઉનાળે સરહદી વિસ્તારમાં આજથી નર્મદા કેનાલમાં પાણી બંધ

vtvAdmin

Last Updated: 10:23 AM, 30 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકોને નર્મદા કેનાલનું પાણી આજથી 11 મે સુધી નહીં મળી શકે. ખારીયા નજીક સાઇફન કેનાલના નવીનીકરણને લઇ પાણી બંધ કરી દેવાયું છે. નવી સાઇફન કેનાલ મુખ્ય કેનાલ સાથે જોડતા ફરી પાણી છોડવામાં આવશે. જો કે ભર ઉનાળે પાણીની તંગી વચ્ચે 11 દિવસ પાણી બંધ રહેતા બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકોને મુશ્કેલી થઇ શકે છે.

 

સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, કાંકરેજ તાલુકાના થરા નજીક ખારીયા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ માં 2017માં આવેલા ભારે પૂરમાં કેનાલમાં અનેક સ્થળે ગાબડા પડતા રીપેરીંગ કામ કરવા ડાયવરઝન અપાયું હતું. ત્યારે હવે એ ડાયવરઝન બંધ કરી પાણીને મેન કેનાલમાં ફરી નાખવા માટે મરામત કામ હાથ ધરાશે. નર્મદા નહેર વિભાગે આ મામલે રાજ્ય સરકાર પાસે થોડા દિવસ અગાઉ મંજૂરી માંગી હતી જે મંજૂરી આવી જતા આજથી 10 દિવસ માટે મુખ્ય નહેરનું પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

 

 

આ અંગેની વિગતો આપતા નર્મદા મુખ્ય નહેરના નાયબ કાર્યપાલક ઈજનેર આર.જી.પટેલએ જણાવ્યું હતુંકે ‘નવીન બનાવેલા સાયફનમા પાણી ચાલુ કરવા માટે તા.10 મે સુધી પાણી બંધ કરવામા આવનાર છે. ખારીયા પાસે કેનાલની અંદર આડબંધ બાંધીને પીવા પાટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવશે. જેથી પીવાના પાણી માટે તકલીફ નહી રહે.ડિસ્ટ્રિબ્યુટરી, માઈનોર, સાઈફન કેનાલમાં પાણી સંગ્રહ કરાશે. નવી સાઈફન કેનાલ સાથે જોઈન્ટ થતા કેનાલમાં પાણી છોડાશે.’

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Narmada canal banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ