બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ઉપલેટામાં ફેલાયો પાણીજન્ય રોગચાળો, ઝાડા ઉલ્ટીના કારણે 10 દિવસમાં ચાર બાળકોના મોત
Last Updated: 06:43 PM, 23 June 2024
ઉપલેટાના તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં ઝાડા ઉલ્ટીના કેસો નોંધાતા તંત્ર દોડતું થયું છે. ઝાડા ઉલટીને કારણે ચાર બાળકોના મોત થયા હોવાનો કારખાનેદારો જણાવી રહ્યાં છે. જેને લઈને આરોગ્ય વિભાગની ટીમો દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા દસ દિવસમાં અલગ અલગ કારખાનામાં 10થી વધુ બાળકોને ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે. જેમાંથી ચાર બાળકોના મોત થયા છે.
ADVERTISEMENT
વધુ સારવાર અર્થે રીફર કરાયા હતા
ADVERTISEMENT
ઝાડા ઉલ્ટી બાદ જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં બાળકોને સારવાર અર્થ ખસેડાયા છે. જેમાં બે વર્ષના કાર્તિક, ત્રણ વર્ષની કવિતા અને સેજલી તથા બન્સી નામના ચાર બાળકોના મોત થયા છે. ઘટનાને લઈ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ, મામલતદાર અને આરોગ્ય ટિમો તણસવા ગામે પહોંચી છે. આરોગ્ય શાખા દ્વારા કારખાનામાં બાળકોનું ચેકીંગ કરી પાણીના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે.
વધુ વાંચોઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જમાવટ, ભરૂચ અને અમરેલીમાં ધોધમાર ખાબક્યો
આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરી
આ સમગ્ર બાબતે ઉપલેટાનાં કારખાાનેદાર ગિરીશભાઈ કંટારીયાએ જણાવ્યું હતું કે, તા. 12 ને બુધવાર બાદ અહીંયા ઝાડા ઉલ્ટીનાં કેસમાં થયેલા હતા. જેમાં અરજણ પોલીમર્સમાં બે મૃત્યું છે. અને સંસ્કાર પોલીમર્સમાં બે મૃત્યું થયા છે. અને ઝાડા ઉલ્ટીનાં લીધે મોત થયા હતા. જે બાદ સતત આરોગ્યની ટીમ તપાસ અર્થે આવતી હતી. તેમજ કાલે જામનગર ખાતે જે લોકોને રીફર કર્યા હતા. તેની તબીયત વધારે બગડતા આ સમગ્ર બાબતે રાજકોટ આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જે બાદ જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ, પોલીસની ટીમ, મામલતદાર સહિતનાં અધિકારીઓ અહીંયા આવી પહોંચ્યા હતા. તેમજ જે લોકોને કોઈ તકલીફ હતી તે તમામ લોકોને સારવાર આપવામાં આવી છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT