બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Water and fodder shortage bhavnagar maldhari rally

વિરોધ / પાણી તથા ઘાસચારા મુદ્દે માલધારી સમાજે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

vtvAdmin

Last Updated: 12:11 AM, 14 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ ઉનાળો જામ્યો છે અને ગુજરાતમાં ઠેર-ઠેર પાણીની સમસ્યા પણ મોટાપાયે જોવા મળી રહી છે. આ સાથે જ ઘાસચારાને લઇને પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. તો ઘાસચારાની સમસ્યાને લઇને માલધારી સમાજ દ્વારા સ્થાનિક તંત્ર અને સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે.

તેમ છતાં કોઇ ચોક્કસ પરિણામ પ્રાપ્ત થયું હતું. ત્યારે ભાવનગરના માલધારીઓએ રેલી કાઢી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આગામી સમય જો પાણી અને ઘાસચારાની સમસ્યા હલ નહી થાય તો ઉગ્ર આદોલનની ચીમકી ઉચ્ચારી છે. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ઘાસચારાનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયગાળાથી સતાવી રહ્યો છે જેને લઇને તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જો કે, સ્થાનિક તંત્ર દ્વારા કોઇ ચોક્કસ પગલા નહીં લેવામાં આવતા માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો અને આજરોજ એક રેલી યોજીને સ્થાનિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતુ.

આ સાથે જ માલધારીઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં પાણી અને ઘાસચારાનો પ્રશ્ન હલ નહી થાય તો હજારોની સંખ્યામાં કલેકટર કચેરીએ માલધારીઓ બેસીને ધરણા કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Maldhari protest protest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ