બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: ચાહકને ના કહ્યા છતાં કોહલીનો રોક્યો રસ્તો, પછી જે થયું જોઈ સૌ કોઈ અચંબામાં
Last Updated: 09:22 PM, 16 January 2025
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યારે બ્રેક પર છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચની સીરિઝમાં ભાગ લીધા બાદ વિરાટ કોહલી પોતાના સાથે સમય પસાર કરી રહ્યો છે. કોહલીનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફેંસથી ઘેરાયેલો દેખાય છે અને આ દરમિયાન તેમને ચાલવામાં પણ મુશ્કેલી થઈ રહી છે, જેના કારણે તેણે લોકોને પોતાનો રસ્તો છોડી દેવાનું પણ કહ્યું.
ADVERTISEMENT
Bhai Mera rasta mat Roko 😬 pic.twitter.com/sqWkwDjVxt
— TEJASH 🚩 (@LoyleRohitFan) January 14, 2025
વિરાટ કોહલી અનુષ્કા સાથે થોડા દિવસો પહેલા અલીબાગમાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો કોહલીએ કહ્યું, 'ભાઈ મારો રસ્તો ન રોક.' કોહલી અને અનુષ્કા શર્માએ તાજેતરમાં જ આલિબાગમાં એક વિલા ખરીદ્યો છે અને ઘણી રિપોર્ટ્સ અનુસાર, તે ગુરુવારે ગૃહ પ્રવેશ કરશે.
ADVERTISEMENT
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ગત અઠવાડિયે ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફર્યો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીનું પ્રદર્શન આશા અનુસાર ન હતું. તને પહેલી મેચમાં સદી ફટકારી હતી પરંતુ પછીના મેચોમાં સ્ટંપની બહાર જતી બોલને ફટકારવામાં આઉટ થયો. તાજેતરમાં જ કોહલીની ઘરેલુ ક્રિકેટ રમવાની ખબરો સામે આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો:ભારત પાકિસ્તાન મેચની ટીકિટ કેવી રીતે લેવી? જાહેર થયું મોટું અપડેટ, દર્શકો માટે ખાસ
ઓસ્ટ્રેલીયા પ્રવાસે કોહલી નવ ઇનિંગમાં એક સદી સાથે 190 રન જ બનાવી શક્યા અને વારંવાર ઓફ સ્ટંપથી બહાર જતાં બોલ પર કેચ આપીને આઉટ થયો. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી એવા ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓમાં સામેલ છે જે ઇચ્છે છે કે વર્તમાન પેઢી, ખાસ કરીને સંઘર્ષ કરી રહેલા રોહિત શર્મા અને કોહલી, રેડ-બોલ ફોર્મેટમાં ઘરેલુ ક્રિકેટ રમે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.