બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 1.8 અરબ વર્ષ પહેલા કેવી દેખાતી હતી પૃથ્વી? 72 સેકન્ડના વીડિયોમાં જુઓ સંપૂર્ણ ઈતિહાસ

વીડિયો / 1.8 અરબ વર્ષ પહેલા કેવી દેખાતી હતી પૃથ્વી? 72 સેકન્ડના વીડિયોમાં જુઓ સંપૂર્ણ ઈતિહાસ

Last Updated: 03:01 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના વૈજ્ઞાનિકોએ પૃથ્વીના જિયોલોજિકલ રેકોર્ડનો ઉપયોગ કરીને છેલ્લા 1.8 અબજ વર્ષોમાં પ્લેટ ટેકટોનિક્સમાં થયેલા ફેરફારો દર્શાવતો વીડિયો બનાવ્યો છે.

સૌરમંડળના તમમા ગ્રહોમાં પૃથ્વી અલગ છે તે એટલા માટે નહીં કે અહીં જીવન છે પરંતુ એટલા માટે છે ટેક્ટોનિક્સ જેવી વસ્તુ પણ કોઈ બીજા ગ્રહ પર નથી. તેની ખડકાળ સપાટી ટુકડાઓ (પ્લેટો) માં તૂટી જાય છે જે એકબીજા સાથે ઘસાયને પર્વત બની જાય છે જે અલગ થઈને ખાઈ બને છે જે મહાસાગરોથી ભરાય જાય છે. એટલે કે આ દુનિયા આપણને જેવી દેખાય છે તેવી હંમેશાંથી નહોતી. ચીનના વૈજ્ઞાનિકોએ એક વીડિયો શેર કર્યો છે જેમાં 1.2 અબજ વર્ષોમાં પૃથ્વીના પ્લેટ ટેક્ટોનિક્સમાં કેવા કેવા ફેરફાર આવ્યા છે.

ઓશન યુનિવર્સિટીના સંશોધકોએ વીડિયો બનાવવા માટે પૃથ્વીની સપાટી પરના ખડકોની અંદરથી મેળવેલી જાણકારીનો ઉપયોગ કર્યો છે. આમ આ વીડિયો એક વાર જોવા જેવો છે. લગભગ 72 સેકંડના વીડિયોમાં પૃથ્વીના સંપૂર્ણ ઈતિહાસના લગભગ 40 ટકા ભાગ જોઈ શકાય છે. સંશોધકોએ આ વીડિયોને ઓપન એક્સેસ જર્નલમાં પ્રકાશિત કર્યો છે.

વીડિયોમાં એનિમેશનની શરૂઆત દુનિયાના તે નકશાથી શરૂ થાય છે જેના વિશે બધા લોકો જાણે છે. પછી ભારત ઝડપથી દક્ષિણની તરફ વધે છે. તેના પછી દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક હિસ્સા આવે છે કેમ કે ગોંડવાનાનો જૂનો મહાદ્વીપ દક્ષિણી ગોળાર્ધમાં બને છે. લગભગ 200 મિલિયન વર્ષ પહેલા જ્યારે ડાયનાસોર ધરતી પર હતા ત્યારે ગોંડવાનાએ ઉત્તરી અમેરિકા, યુરોપ અને ઉત્તરી એશિયાની સાથે મળીને પેન્જિયા નામના એક વિશાળ મહાદ્વીપનું નિર્માણ કર્યું હતું.

વધુ વાંચોઃ- iPhone સિવાય અન્ય કઇ-કઇ પ્રોડક્ટ્સમાં Appleએ મારી એન્ટ્રી, જાણો વિવિધ ડિવાઇસ વિશે

વીડિયો સમયની સાથે ભૂતકાળ તરફ આગળ વધે છે. પેન્જિયા અને ગોંડવાના પોતે જૂની પ્લેટો સાથે ટકરાયને પ્લેટોં બન્યા હતા. જેમ જેમ સમય પાછળ જાય છે રોડિનિયા નામનો એક જૂનો સુપરકોન્ટિનેન્ટ દેખાય છે. વીડિયો અહીં સ્ટોપ નથી થતો. તે બતાવે છે કે રોડિનિયા લગભગ 1.35 બિલિયન વર્ષ પહેલા નૂના નામનો વધુ એક સુપરકોન્ટિન્ટના તૂટવાથી બન્યો છે.

કેમ મહત્વપૂર્ણ છે આ સ્ટડી

જો આપણે સમજવું હોય કે વિકાસ માટે પોષક તત્વો કેવી રીતે ઉપલબ્ધ થયા તો તેના માટે આપણે ગ્રહોના ઉતિહાસ વિશે જાણવું જરૂરી છે. જટિલ કોષોનું પહેલું પ્રમાણ, તમામ પ્રાણીઓ અને છોડના કોષોની જેમ 1.65 અજબ વર્ષ પહેલાનો છે. તે લગભગ તે સમયનો છે જ્યાંથી વીડિયો પૂરો થાય છે. તે એ સમયની નજીક છે જ્યારે સુપરકોન્ટિન્ટ નૂનાનું નિર્માણ થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

earth billion years of Earth video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ