બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:55 PM, 15 February 2025
અમેરિકાના યુટાથી એક ભયંકનકર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં એક સ્પિડમાં આવતી ટ્રેને રેલવે ટ્રેક પર ફસાયેલી SUV કારનું કચ્ચરઘાણ કાઢી નાખ્યા છે.આ ઘટનાના CCTV આવ્યા છે સામે
ADVERTISEMENT
સોસિયલ મીડિયા પર અત્યારે આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.જેમાં દેખાય છે કે એક સ્પિડમાં આવતી ટ્રેને રેલવે ટ્રેક પર ફસાયેલી SUV કારને ટક્કર મારી હતી.આ ઘટનાના દ્રશ્ય રેલવે ટ્રેક પર લાગેલા CCTVમાં કેદ થયુ છે.ઘટના અમેરિકાના યુટાનો હોવાનુ સામે આવ્યું છે.વાયરલ થયેલા આ વીડિયોને જોઇને લોકોનો જીવ અધ્ધર કરી દીધો છે.
NEW: Utah driver jumps out of their car at the last moment before the vehicle is demolished by an oncoming train in Layton, Utah.
— Collin Rugg (@CollinRugg) February 12, 2025
Hear me out... the individual could have just driven forward.
A white SUV could be seen getting rear-ended as it quickly came to a stop as the… pic.twitter.com/yLy2fZUinY
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : ચેમ્પિયન્સ ટ્રોફી રમવા દુબઈ ઉપડી ટીમ ઈન્ડિયા, રોહિત પર્સનલ કાર લઈને પહોંચ્યો
SUV અકસ્માતનો ભોગ બની
વીડિયોમાં જોઇ શકાય છે કે રેલ્વે ટ્રેક પાસેથી વાહનો પસાર થઈ રહ્યા છે.તે દરમિયાન, રેલ્વે ફાટક ટ્રેનના આવતા પહેલાં જ બંધ થવાનું શરૂ થઇ જાય છે.ઉતાવળમાં જવાના ચક્કરમાં એક .યુવક SUV લઇને રેલ્વે ફાટકની અંદર ઘુસી જાય છે.ત્યારે જ રેલવે ફાટક બંધ થઇ જાય છે.રેલવે ટ્રેક પર ફસાયેલી SUV ને તેનો ડ્રાઇવર નીચે ઉતરીને કાઢવાની કોશિસ કરે છે પણ તે કાઢી શકતો નથી.
જીવ બચાવીને ભાગ્યો કારનો ડ્રાઇવર
વીડિઓમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે ડ્રાઇવર તેની કાર છોડીને રેલવે ટ્રેક છોડીને જતો રહે છે.આ દરમિયાન સ્પિડમાં આવતી ટ્રેન SUV ને ઉડાવીને જતી રહે છે.ડ્રાઇવર સમયસુચકતા વાપરીને નિકળી જાય છે નહીં તો તેનુ પણ મોત થઇ જતુ.ટ્રેનની ટક્કરથી SUV કાર ચકનાચુર થઇ જાય છે.ઘટનાને લઇને યુટા,ટ્રાંઝિટ ઓથોરિટીના અધિકારીએએ કહ્યું કે આ ઘટનામાં કોઇને કોઇ નુકસાન પહોંચ્યુ નથી.ખાલી કારને જ નુકસાન થયુ છે.ટ્રેનને છોડીને ૮૩ લાખનુ નુકસાન થયુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.