મનુષ્ય અને પ્રાણી વચ્ચેના પ્રેમને સાર્થક કરતો એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થયો છે.
આસામના ગોલાઘાટનો વીડિયો વાયરલ
3 વર્ષની બાળકી હાથિણીનું દૂધ પીવાની કોશિશ કરી રહી છે
હાથિણીએ પણ બાળકી સાથે કર્યો માતાનો જેવો વર્તાવ
આસામના ગોલાઘાટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 3 વર્ષની બાળકી હાથિણીનું દૂધ પીવાની કોશિશ કરી રહી છે. બાળકી ઘણી વાર સુધી હાથિણી સાથે મસ્તી કરતી જોવા મળી હતી અને હાથિણી પણ જાણે મા હોય તેવો વર્તાવ કરી રહી હતી.
વીડિયોમાં દિલને સ્પર્શતા દ્રશ્યો જોવા મળ્યા
વીડિયોમાં દિલને સ્પર્શતા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. નાની બાળકી હાથિણીની ચારેબાજુ હસતી ખેલતી અને તેની સૂંઢને ગળે લગાડતી અને કિસ કરતી જોઈ શકાતી હતી. હાથિણીને પણ જાણે મજા આવતી હોય તેવું વ્હાલ કરતી હતી.
હાથિણી પણ મા જેવો વ્યવહાર કરવા લાગી
જ્યારે બાળકીને હાથિણીની સાથે તેના લગાવ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે હાથિણી મારી સાથે બોલ રમે છે, તેનું નામ બીનું છે અને તેને કેળા ખૂબ પસંદ છે. આ દુર્લભ વીડિયો એવે સમયે સામે આવ્યો છે કે જ્યારે રાજ્યમાં મનુષ્યો અને હાથીની વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે કારણ જે જંગલોમાં જાનવરો ફરતા હતા તે વિસ્તારોનો હવે ખેતર અને ચાના બગીચા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.