બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 PM, 14 January 2025
ADVERTISEMENT
સાઉથના મેગાસ્ટાર રજનીકાંત લાંબા સમય બાદ મોટી સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યા છે. લોકો તેમની ફિલ્મોને ખૂબ પસંદ કરે છે. એવામાં રજનીકાંતની આગામી મૂવી 'જેલર 2' નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં રજનીકાંત ભયંકર એક્શન કરતા જોવા મળી રહ્યા છે. રજનીકાંતના ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની રાહ ટુંક સમયમાં પૂરી થશે.
રજનીકાંતની ફિલ્મ 'જેલર' બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મને નેલ્સન દિલીપે ડાયરેક્ટ કરી હતી. હવે તેના બીજા પાર્ટનું ટીઝર ખૂબ મજેદાર અને એક્શનથી ભરપૂર છે. આ ટીઝરમાં ડાયરેક્ટર નેલ્સન અને મ્યુઝિક ડાયરેક્ટર અનિરુદ્ધે પણ ભાગ લીધો છે. આ ટીઝર એકદમ યુનિક છે જેથી ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
એક બાદ એક અનેક લોકો ત્યાં આવે છે અને તેમને ગોળીઓ વાગે છે. ત્યાર બાદ એન્ટ્રી થાય છે રજનીકાંતની. રજનીકાંતના હાથમાં એક હથિયાર હોય છે, ત્યાર બાદ શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે તેમનો ચહેરો રિવીલ થાય છે. તેના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં તલવાર હોય છે. ગુસ્સા સાથે, તે નેલ્સન અને અનિરુદ્ધને ગુંડાઓ વિશે પૂછે છે, જે તેમને સરનામું આપી દે છે.
ત્યાર બાદ રજનીકાંત એ ઘરને જ બોમ્બથી ઉડાવી દે છે જેમાં નેલ્સન અને અનિરુદ્ધ હતા. ઉલ્લેખનીય છે કે, 'જેલર 2' એ રજનીકાંતની 2023માં આવેલી ફિલ્મ 'જેલર' ની સિક્વલ છે. આ ફિલ્મમાં રજનીકાંતનો અદ્ભુત અવતાર લોકોને ખૂબ પસંદ આવ્યો હતો, આ ફિલ્મ રજનીકાંતના કરિયરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. લોકો તેની સિક્વલ મૂવીની રાહ આતુરતાપૂર્વક જોઈને બેઠા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.