બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / watch the movie with your daughter madhyapradesh home minister challenge to shahrukh khan on pathan controversy

મધ્યપ્રદેશ / 'તમારી દીકરી સાથે બેસીને પઠાણ જોઈ દેખાડો', હવે MPના સ્પીકર ઉતર્યાં વિરોધમાં, શાહરુખને ફેંક્યો પડકાર

Vaidehi

Last Updated: 07:17 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પઠાન ફિલ્મને લઇને નરોત્તમ મિશ્રાનું નિવેદન આવ્યું છે. તેમનું આ નિવેદન બેશરમ રંગનાં રિલીઝ થયાનાં 2 દિવસ બાદ આવ્યું હતું.નરોત્તમ મિશ્રા પછી રાજ્યનાં વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમે પણ અભિનેતા શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાણનો વિરોધ કર્યો છે.

  • પઠાણ ફિલ્મને લઇને નરોત્તમ મિશ્રાનું નિવેદન
  • ફિલ્મનાં ગીત અને વેશભૂષાને લઇને આપી સલાહ
  • નિર્માતાએ જરૂરી ફેરફારો કરવા જોઇએ- નરોત્તમ

મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પછી રાજ્યનાં વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમે પણ અભિનેતા શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાણનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે શાહરૂખે પોતાની દિકરીની સાથે આ ફિલ્મ જોવી જોઇએ, એક ફોટો અપલોડ કરવી જોઇએ અને દુનિયાને કહેવું જોઇએ કે તે પોતાની દિકરીની સાથે જોઇ રહ્યાં છે. હું તમને પૈગંબર પર એક આવી ફિલ્મ બનાવવી અને ચલાવવાનો ચેલેન્જ આપું છું. 

નરોત્તમ મિશ્રાએ કર્યો વિરોધ
શાહરૂખખાનની આવી રહેલી ફિલ્મ પઠાણનાં એક ગીત બેશરમ રંગ આજકાલ ઘણો ચર્ચામાં છે ત્યારે મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ગીતમાં વેશભૂષા આપત્તિજનક છે, ગીતએક ગંદી માનસિકતાને દર્શાવે છે. નરોત્તમ મિશ્રાનું આ નિવેદન બેશરમ રંગનાં રિલીઝ થયાનાં 2 દિવસ બાદ આવ્યું હતું. તેમણે કહ્યું કે હું ફિલ્મ નિર્માતાઓને ગીતનાં આપત્તિજનક ભાગોને સુધારવાની સલાહ આપુ છું.

દિપીકા JNUમાં ટુકડે-ટુકડે ગેંગમાં શામેલ થઇ હતી
તેમણે કહ્યું કે આ પહેલા દિપીકા પાદુકોણ જેએનયૂમાં ટુકડે-ટુકડે ગેન્ગનાં સમર્થનમાં શામેલ થઇ હતી. તેની માનસીકતા ઉજાગર થઇ ગઇ. મારૂં માનવું છે કે ગીતનું ટાઇટલ બેશરમ રંગ આપત્તિજનક છે. સાથે જે જે રીતે ભગવા અને લીલા રંગનો ઉપયોગ વેશભૂષામાં કરવામાં આવ્યો છે તે પણ આપત્તિજનક છે. નિર્માતાએ જરૂરી બદલાવ કરવો જોઇએ, એવું ન કરતાં આ ફિલ્મ મધ્યપ્રદેશમાં રીલિઝ થશે કે નહીં તે અમે નક્કી કરશું.

સુરેશ પચૌરી સહિત  કોંગ્રેસ નેતાઓએ કર્યો ફિલ્મનો વિરોધ

વિપક્ષનાં નેતા ડો. ગોવિંદ સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી સહિત વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ પણ ફિલ્મનો વિરોધ કરતાં કહ્યું કે આ આપણાં મૂલ્યોની વિરુદ્ધનું છે. સુરેશ પચૌરીએ કહ્યું કે આ પઠાણનાં વિશે નથી પરંતુ પારિધાન એટલે કે કપડાંના વિશે છે. ભારતીય સંસ્કૃતિમાં કોઇપણ મહિલાને આ રીતે કપડાં પહેરી અને સાર્વજનિક રૂપે તે દ્રશ્યોને પ્રદર્શિત કરવાની પરવાનગી નહીં હોય, પછી તે હિન્દૂ હોય, મુસ્લિમ હોય કે અનુયાયી હોય. 

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukone MP Pathan ShahRukhKhan મધ્યપ્રદેશ madhyapradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ