રેડ સી ફિલ્મ ફેસ્ટીવલમાં હોલીવુડ એક્ટ્રેસ શેરોન સ્ટોનને ખબર નહોતી કે બાજુમાં શાહરુખ ખાન બેઠો છે અને ખબર પડતાં તેણે જે કર્યું તેનો એક વીડિયો વાયરલ થયો છે.
કિંગ ખાને સાઉદી અરબમાં રેડ સી ફિલ્મ ફેસ્ટીવલમાં રહ્યો હાજર
હોલિવુડ અભિનેત્રી શેરોન સ્ટોન પણ હતી હાજર
અચાનક શાહરુખને જોઈને ચીસ પાડી ઉઠી શેરોન
શેરોનને ખબર નહોતી શાહરુખ તેની બાજુમાં બેઠો છે
બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા સુપરસ્ટાર અભિનેતા શાહરુખખાન દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં જ એટલો ફેમસ છે અને લાખો વિદેશીઓ તેના ચાહકો છે. હોલિવુડની ટોચની હિરોઈન શેરોન સ્ટોન પણ શાહરુખ ખાનની મોટી ચાહક છે અને જ્યારે અચાનક શેરોનને ખબર પડી કે તેની બાજુમાં બીજું કોઈ નહીં પણ બોલિવુડ સ્ટાર શાહરુખ ખાન બેઠો છે ત્યારનું તેનું રિએક્શન જોવા જેવું હતું અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
શાહરુખનને જોઈને ચોંકી ઉઠી શેરોન સ્ટોન
4 વર્ષની લાંબી રાહ જોયા બાદ કિંગ ખાન મોટા પડદા પર પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન તે સાઉદી અરબના રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2022માં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શાહરૂખ ખાન ઉભા રહીને લોકોનું અભિવાદન કરી રહ્યો છે. એવામાં ફિલ્મ ફેસ્ટિવલના હોસ્ટ આવીને બધાને કહે છે કે શાહરુખ ખાન અહીં આપણી સાથે હાજર છે. હોસ્ટની આવી જાહેરાત સાંભળીને બાજુમાં બેઠેલી શેરોન સ્ટોક ચોંકી ઉઠી હતી તેને કલ્પના પણ નહોતી કે તેની બાજુમાં તેનો પસંદગીનો સ્ટાર બેઠો છે. શાહરુખને જોઈને શેરોનનું મોં ઘડીભર તો ખુલ્લું જ રહી ગયું હતું અને તે માની જ શકતી નહોતી કે શાહરુખ તેની આંખ સામે હાજર છે.
શાહરૂખ ખાન રેડ સી ફિલ્મ ફેસ્ટીવલમાં હાજર
શાહરૂખ ખાનને રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2022 માં ભારતીય સિનેમામાં યોગદાન આપવા બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તેમની હાજરીને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી. આ પ્રસંગના વીડિયોમાં જોઈ શકાય છે કે, હોલિવૂડ અભિનેત્રી શેરોન સ્ટોન શાહરૂખ ખાનને જોઈને ફેન ગર્લની જેમ સ્તબ્ધ થઈ જાય છે. સુપરસ્ટારને જોઈને શેરોન સ્ટોન ખુશીથી ચીસ પાડી ઉઠી હતી. શેરોન છાતી પર હાથ મૂકીને માત્ર શાહરૂખને મોઢું ખુલ્લું રાખીને જોઈ રહી છે, જાણે કે તેને વિશ્વાસ જ ન થતો હોય કે કિંગ ખાન ખરેખર તેની સામે જ છે.
રેડ સી ફિલ્મ ફેસ્ટીવલમાં શાહરુખે લોકોને પઠાણ જોવાની કરી અપીલ
થોડા દિવસ પહેલા શાહરૂખ ખાને સાઉદી અરબમાં પોતાની ફિલ્મ 'ડંકી'નું શૂટિંગ શેડ્યુલ પૂરું કર્યું છે. આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી છે. આ ઉપરાંત શાહરૂખ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2022માં પોતાની આગામી ફિલ્મ 'પઠાણ'નું પ્રમોશન કરતો પણ જોવા મળ્યો હતો. તેમણે આ કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને 'પઠાણ' જોવાની અપીલ કરી હતી. તેણે પોતાની ફિલ્મના ટ્રેલરનો ડાયલોગ પણ કહ્યો હતો.