મુશ્કેલી / જો હિન્દી નહીં આવડે તો પાક વિમાની નોંધણીમાં ફાંફા પડશે, કારણ કે...

પાક વિમાની નોંધણીને લઈને ભારે ધમાસાણ ચાલ્યું. જે બાદ નોંધણી માટે ફરી 72 કલાકનો સમય આપવામાં આવ્યો. પરંતુ આ નોંધણી ફોન દ્વારા કરાવવી પડી રહી છે.. ત્યારે ફોન લાઈનો તો વ્યસ્ત આવી રહી જ છે. પરંતુ તેની સાથે-સાથે કસ્ટમર અને કોલ સેન્ટરના કર્મચારીઓમાં માહિતીનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.. તો ભાષાને લઈને પણ મુશ્કેલી જોવા મળી રહી છે.. કારણ કે, એક તરફ એવા લોકો છે.. જેમને ગુજરાતી ભાષામાં પણ ફાંફા છે..તો બીજી તરફ એવા લોકો છે જે ગુજરાતી જાણતા નથી.. અને હિન્દી ભાષાના જાણકાર છે. તો કેટલાક લોકો એવા પણ છે જે નોંધણી માટે ફોન તો કરે છે.પરંતુ તેમને પોતાની જમીન અને બેંકના ખાતા નંબર પણ યાદ નથી.. આવો જ એક માહિતીના અભાવનો કિસ્સો સામે આવ્યો છે.. જેમાં કસ્ટમરે ફોન તો કર્યો પરંતુ તેની નોંધણી ન થઈ.. માત્ર સમયનો વેડફાટ જ થયો.. કેવી રીતે તમે ખુદ સાંભળો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ