બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીરના આ ભાગો પર મસા દેખાય તો ચેંતી જજો!, હોય શકે ગંભીર બીમારી
Last Updated: 04:00 PM, 13 January 2025
ધૂળ અથવા પ્રદૂષણને કારણે ત્વચા પર ફોલ્લીઓ અને પિમ્પલ્સ દેખાવા સામાન્ય વાત છે, પરંતુ જો ત્વચા પર મસાઓ દેખાય તો તે ખતરનાક રોગની નિશાની હોઈ શકે છે. મોટાભાગના લોકોને ખબર નથી કે ધૂળ અને ગંદકીના કારણે પણ મસાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
ડોક્ટરોનું કહેવું છે કે, જો મસાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો કેન્સર જેવી ખતરનાક બીમારી પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શરીરના કયા ભાગો પર મસાઓ થવાનું જોખમ રહે છે અને તેનાથી કેવી રીતે બચી શકીએ.
વધુ વાંચો: રૂપાળા કરતા કાળા લોકોને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારે, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
મસાઓ હ્યુમન પેપિલોમાવાયરસ દ્વારા થતા ચામડીના ચેપ છે. જેના કારણે ત્વચા ખરબચડી અને ડાઘવાળી બની જાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ મસાઓ થઈ શકે છે. આ સામાન્ય રીતે હાથ, પગ, ચહેરો, ખાનગી ભાગ અને ઘૂંટણને અસર કરે છે.
શા માટે ચહેરા પર મસાઓ વધે છે?
ડર્મેટોલોજિસ્ટ્સ કહે છે કે, ચહેરા પર મસાઓ માનવ પેપિલોમા વાયરસના કારણે થાય છે. આ ચહેરા પર ગમે ત્યાં થઈ શકે છે એમાંય દાઢીવાળા ભાગમાં વધુ જોવા મળે છે. સ્ત્રીઓમાં આઈબ્રો અથવા ચિનની નજીક આ એકદમ સામાન્ય છે, કારણ કે પાર્લરમાં થ્રેડિંગ અને વેક્સિંગથી ચેપ થઈ શકે છે. આ સિવાય નેપકિન્સ, ટુવાલ અથવા મેકઅપ બ્રશ શેર કરવાથી આ ચેપ વધવાનું જોખમ રહેલું છે.
આ સમસ્યા મોટે ભાગે નબળા રોગપ્રતિકારક શક્તિ, ડાયાબિટીસ અથવા રોગપ્રતિકારક શક્તિ ધરાવતી દવાઓ લેતા હોય તેવા લોકોમાં જોવા મળે છે. જાતીય સંબંધોને કારણે પણ મસાઓ થવાનું જોખમ રહેલું છે.
મસાઓ ખતરનાક રોગોનું કારણ બની શકે છે
ડૉક્ટર્સ કહે છે કે, મોટાભાગના મસાઓ કોઈ સમસ્યા વિના દૂર થઈ જાય છે પરંતુ કેટલીકવાર આ ખતરનાક રોગ કેન્સરનું કારણ બની શકે છે. આનાથી સર્વાઇકલ કેન્સર અને ગળાનું કેન્સર જેવી ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે અને દુખાવો પન્ન થાય છે. તેથી, મસાઓને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ. જો તેઓ લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો તેની સારવાર કરવી જોઈએ.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.