Warning to the Punjab Government of the Centeral government
આપ'ને મોટો ઝટકો /
નવી સરકાર ફસાઈ : કેન્દ્રની પંજાબ સરકારને સ્પષ્ટ ચેતવણી, 3 મહિનામાં આ કામ કરો નહીંતર રાતી પાઈ પણ નહીં મળે
Team VTV07:12 PM, 25 Mar 22
| Updated: 08:00 PM, 25 Mar 22
પંજાબ સીએમ ભગવંત માનની આગેવાનીવાળી સરકારને કેન્દ્ર સરકારે મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્રએ આમ આદમી પાર્ટીને 85 હજાર સ્માર્ટ પ્રી પેડ મીટર લગાવાનું કહ્યું છે.
પંજાબમાં આપ પાર્ટીએ ફ્રી વિજળી આપવાનું વચન આપ્યું છે
કેન્દ્ર સરકારે આપ્યો છે આ મોટો ટાર્ગેટ
આપ સરકાર સામે ટાર્ગેટ પુરો કરવો મોટો પડકાર
પંજાબ સીએમ ભગવંત માનની આગેવાનીવાળી સરકારને કેન્દ્ર સરકારે મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્રએ આમ આદમી પાર્ટીને 85 હજાર સ્માર્ટ પ્રી પેડ મીટર લગાવાનું કહ્યું છે. તેના માટે 3 મહિનાનો સમય પણ આપ્યો છે. જો મીટર નહીં લગાવે તો, કેન્દ્રએ વિજળી સુધાર ફંડ રોકવાની પણ ચેતવણી આપી દીધી છે. તેનાથી AAPની દરેક ઘરે 300 યુનિટ ફ્રી વિજળી આપવાના વચનને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ સરકારે કેન્દ્રને 10 માર્ચે પત્ર લખ્યો હતો, જેના જવાબમાં કેન્દ્રએ આ ચેતવણી આપી છે.
દેશમાં 25 કરોડ મીટર લગાવાનો ટાર્ગેટ
કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં પ્રી પેડ વિજળી મીટર લગાવામાં આવી રહ્યા છે. તેનો 15 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકારે 2023 સુધીમાં 25 કરોડ મીટર લગાવાનો ટાર્ગેટ રાખ્યો છે. પંજાબની દ્રષ્ટિએ આ પણ મુશ્કેલ છે, કારણ કે, અહીં ખેડૂતોને ફ્રી વિજળી આપવામાં આવે છે. તો વળી 300 યુનિટ ઘરને ફ્રી વિજળી આપવાની છે, તો પછી પ્રી પેડ મીટરની યોજના કેવી રીતે પાર પડશે. તેમાં લોકોને વિજળીના મીટર માટે મોબાઈલની માફક રિચાર્જ કરવાનું હશે. કેન્દ્ર તેની પાછળ વિજળી ચોરી રોકવાનું તર્ક આપી રહી છે. હવે રસપ્રદ વાત એ છે કે, આના જવાબમાં પંજાબ સરકાર શું જવાબ આપે છે.
CM ભગવંત માને માગ્યું હતું ફંડ
સીએમ ભગવંત માને કાલે દિલ્હીમાં પીએમ મોદી સાથે મળ્યા હતા. જ્યાં તેમણે દર વર્ષે 50-50 હજાર કરોડ એટલે કે, 2 વર્ષમાં એક લાખ કરોડનું સ્પેશિયલ પેકેડ માગ્યું હતું. તેના વિશે હજૂ પણ કેન્દ્ર તરફથી કંઈ સ્પષ્ટ થયું નથી પણ કેન્દ્રએ પંજાબને ઝટકો આપી દીધો છે.
પંજાબના વિજળી મંત્રીનો દાવો, ટૂંક સમયમાં આપીશું ફ્રી વિજળી
કેન્દ્ર સરકારની ચેતવણી વચ્ચે પંજાબના વિજળી મંત્રી હરભજન સિંહએ કહ્યું કે, ટૂંક સમયમાં પંજાબના લોકોને ફ્રી વિજળી મળવાનું શરૂ થઈ જશે જો કે, હવે નવી સ્થિતિમાં વિજળી વિભાગ તરફથી ઓફિસરોની મીટિંગ બોલાવામાં આવશે.