બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / જીમમાં વર્કઆઉટ કરનારા ચેતજો, થઈ શકે પાંચ ગંભીર બીમારી, જાણો કેવી રીતે બચશો
7 ફોટો ગેલેરી
Last Updated: 07:23 PM, 11 August 2024
1/7
વજન ઉપાડતી વખતે અથવા જીમમાં સ્ટ્રેચિંગ કરતી વખતે સ્નાયુઓ ઘણીવાર ખેચાઇ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારા સ્નાયુઓ વધુ પડતા દબાણ હેઠળ આવે છે. આનાથી દુખાવો, સોજો અને સ્નાયુઓની નબળાઈ થઈ શકે છે. આનાથી બચવા માટે હંમેશા યોગ્ય રીતે વોર્મ-અપ કરો અને વજન ઉપાડતી વખતે તમારી મર્યાદાઓનું ધ્યાન રાખો.
2/7
3/7
જીમમાં વધુ પડતી કાર્ડિયો કસરત કરવાથી હૃદય પર દબાણ વધી શકે છે, જેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તમને પહેલાથી જ હૃદય સંબંધિત કોઈ સમસ્યા છે, તો જીમમાં કસરત કરતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. ઉપરાંત તમારા હૃદયના ધબકારા પર નજર રાખો અને તમારી મર્યાદા મુજબ કસરત કરો.
4/7
5/7
6/7
સાચી ટેકનિક શીખો: કસરત કરતા પહેલા યોગ્ય ટેકનિક અને પોઝિશન શીખો. જરૂરી હોય તો, ટ્રેનરની મદદ લો. વોર્મ-અપઃ કસરત પહેલાં હંમેશા વોર્મ-અપ કરો, જેથી સ્નાયુઓ અને સાંધાઓને તૈયારી મળી શકે. મર્યાદા ધ્યાનમાં રાખો: તમારી શારીરિક ક્ષમતા અનુસાર જ કસરત કરો. જરૂર કરતાં વધુ મહેનત ન કરો.
7/7
પાણી પીવોઃ જીમમાં કસરત દરમિયાન અને પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવો, જેથી ડીહાઈડ્રેશનથી બચી શકાય. આરામ કરો: કોઈપણ કસરતથી પીડા અથવા અસ્વસ્થતા થાય છે, તો તરત જ આરામ કરો અને તમારા શરીરને સમય આપો. (Disclaimer: અહી આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ