ફ્રોડ /
Paytm વાપરો છો અને KYC અંગે કોઈ માહિતી માંગે તો ચેતજો, ખુદ CEOએ ટ્વિટ કર્યું
Team VTV03:36 PM, 22 Nov 19
| Updated: 03:37 PM, 22 Nov 19
Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્માએ સોશિયલ મીડિયા પર ગ્રાહકોને કંપની સાથે સંકળાયેલા ફેક મેલ, મેસેજ અને કંપનીના અધિકારી હોવાનો દાવો કરતા ફ્રોડ્સને લઇને તાકીદ કરી છે. શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કૃપા કરીને એવા કોઇ SMS પર વિશ્વાસ ન રાખશો, જેમાં તમારા Paytm એકાઉન્ટને બંધ કરવા અથવા Know Your Customer ( KYC ) કરાવવાની વાત કરી હોય. આ એક ફ્રોડ છે.
ટ્વીટ કરી કહ્યુ સાવધાન
Paytm અંગે આપી ચેતવણી
બેંક એકાઉન્ટમાંથી ઉડી જાય છે રૂપિયા
એક અન્ય ટ્વિટમાં શર્માએ ચેતવણી આપી છે કે તેમણે એક એસએમએસનો સ્ક્રીન શોટ પણ તેમાં પોસ્ટ કરીને જણાવ્યું છે કે આ પ્રકારનો SMS Paytm ના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા મોકલાય છે.
શું લખ્યુ હોય છે મેસેજમાં
આ મેસેજમાં એવું લખ્યું હોય છે કે અમે તમારા Paytm એકાઉન્ટને થોડા સમય બાદ બંધ કરીશું. માટે પેટીએમ KYCની પૂર્તતા કરાવો. આ ફ્રોડનો ભોગ બનેલ બે લોકોએ જણાવ્યું હતું કે ફ્રોડ કરનાર KYC ની પ્રક્રિયા માટે પહેલા મોબાઇલ કે ડેસ્કટોપ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહે છે. તેમાં એની ડેસ્ક, ક્વિક સપોર્ટ અને ટીમ વ્યૂઅર જેવી એપ્લિકેશનનો સમાવેશ થાય છે. બે-ચાર વાર ટ્રાન્ઝેક્શનમાં તેઓ Paytm વોલેટ સાથે લિંક કરેલ બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે.