કશ્મીર મુદ્દાનું નિરાકરણ યુદ્ધ નથી, પાકિસ્તાનના PM ઇમરાન ખાનનું નિવેદન

By : admin 07:53 AM, 04 December 2018 | Updated : 07:53 AM, 04 December 2018
ભારત અને પાકિસ્તાન વચ્ચે કશ્મીરને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કશ્મીરના મુદ્દે કેટલીય વાર બંને દેશ વચ્ચે યુદ્ધ પણ થયું છે.

ત્યારે હવે નવનિયુક્ત પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને હવે ડહાપણ આવ્યું છે. કશ્મીર મુદ્દે વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે, કશ્મીર મુદ્દે યુદ્ધ એ કોઈ નિરાકરણ નથી.

વાતચીતના માધ્યમથી આ મુદ્દાને ઉકેલી શકાય છે. જ્યાં સુધી કોઈ વાતચીત ના થાય ત્યાં સુધી કશ્મીર મુદ્દાના ઉકેલવાના અન્ય કોઈ પણ વિકલ્પ પર ચર્ચા પણ ના કરી શકાય.

આ મુદ્દાના ઉકેલ માટે બેથી ત્રણ સમાધાન છે. જેના પર ચર્ચા કરવામાં આવી છે. ભારત સાથે યુદ્ધ મુદ્દે વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે, પરમાણુ હથિયાર સંપન્ન બંને દેશ યુદ્ધ ના કરી શકે કારણકે આનું પરિણામ હંમેશા ખતરનાક આવે છે.

ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ બનાવવા માટે પાકિસ્તાન ખૂબ ગંભીર છે. પાકિસ્તાનની સેના અને તેની સરકાર પણ આમ જ ઈચ્છે છે.

ભારત સાથે કોઇપણ પ્રકારના યુદ્ધને નકારતાં કહ્યું કે પરમાણુ હથિયાર ધરાવતા બે દેશ ક્યારેય યુધ્ધ ન કરી શકે, તેનું કારણ હંમેશા બહુ ભયંકર આવતું હોય છે.

જ્યારે ઇમરાન ખાનને કશ્મીર મુદ્દાનું નિરાકરણ અંગે પુછવામાં આવ્યું ત્યારે કહ્યું બેથી ત્રણ સમાધાન છે જેના ચર્ચા કરવામાં આવી. Recent Story

Popular Story