બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજથી વાવ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, જાણો કેટલા વાગ્યા સુધી ઉમેદવાર પ્રચાર કરી શકશે
Last Updated: 11:09 AM, 11 November 2024
વાવ વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે શાંત થશે. સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવાર પ્રચાર કરી શકશે. 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર થશે. ભાજપે વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરને ટીકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. તો અપક્ષમાંથી માવજી પટેલ બંને ઉમેદવારને ટક્કર આપશે.
ADVERTISEMENT
માવજીભાઈ પટેલને બનાસ બેંકના ચેરમેનની ઓફર કરી હતી..?
ADVERTISEMENT
વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ચૌધરી સમાજના સંમેલનમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પર આકરા પ્રહરો કર્યા હતા. તેમણે બનાસ બેંકના ચેરમેન તરીકેની માવજીભાઈ પટેલને ઓફર કરી હોવાની પણ વાત કરી હતી. જો કે, માવજીભાઈ પટેલ સ્વીકારી પણ હતી પરંતુ બીજા દિવસે તેઓ ન માન્યા હોવાની વાત શંકર ચૌધરી જાહેર મંચ પરથી કરી હતી.
ગાજર લઈને ફરે છે: માવજી પટેલ
શંકર ચૌધરીની ઓફરવાળી વાત મુદ્દે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગાજર હાથમાં લઈને ફરે છે અને કહે છે તને આપું તને આપું પરંતુ કોઈને આપતા નથી. વધુમાં ઉમેર્યું કે, મને મારી પ્રજાએ ચૂંટણી લડવાનું કહ્યું છે અને હું ચૂંટણી લડું છું, મારી પ્રજાથી વધુ કોઈ નથી.
હવે ભાજપ આવતા વિકાસ થશે:સ્વરૂપજી ઠાકોર
તો આ તરફ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરએ સાથે VTV NEWSએ ખાસ વાતચીત કરી હતી. જેમાં સ્વરૂપજી ઠાકોરે ભાજપની જીત નક્કી હોવાનું જણાવ્યું હતું. સાથે જણાવ્યું કે ગેનીબેન ઠાકોરના 7 વર્ષના શાસનમાં કોઈ વિકાસ નથી. હવે ભાજપ આવતા વિકાસ થશે.
વધુ વાંચોઃ આજથી ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો એક ખેડૂત પાસેથી કેટલા મણ મગફળી ખરીદાશે
અપક્ષનો પ્રચંડ પ્રચાર..!
અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. માવજી પટેલ ઢીમા ગામે ધરણીધર ભગવાનના શરણે ગયા હતા. ત્યારે તેમણે કોઈ નહીં બટેગા કોઈ નહીં કટેગા"નું સૂત્ર આપ્યું . તેમણ કહ્યું માત્ર ચૌધરી જ નહીં બધા સમાજના મતો સત્યની સાથે છે. તેઓ ગામે ગામ ફરી લોકોને સત્યની જીત અપાવવા વિનંતી કરશે. તેઓને કોઇને ડર નથી, માત્ર જનતાથી જ ડરે છે. મહત્વનું છે ભાજપ નેતા ઈશ્વર પટેલે બટેંગે તો કટેંગેનુ સૂત્ર આપ્યુ હતું. જો કે તેની સામે માવજી પટેલે કોઈ નહીં બટેગા કોઈ નહીં કટેગાનું સૂત્ર આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.