બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું છે આ વકફ સંશોધન બિલ, જેની પર સોશ્યલ મીડિયાથી લઇને સમગ્ર દેશમાં મચી છે બબાલ, જાણો વિગત

વિરોધ / શું છે આ વકફ સંશોધન બિલ, જેની પર સોશ્યલ મીડિયાથી લઇને સમગ્ર દેશમાં મચી છે બબાલ, જાણો વિગત

Last Updated: 01:58 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વકફ કાયદામાં ફેરફાર માટેનું જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તેને લઈને અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી સવાલો ઉઠાવીને આરોપો લગાવતા કહ્યું કે આ બિલનો હેતુ માત્ર મુસ્લિમો પાસેથી વક્ફ સંપત્તિ છીનવી લેવાનો છે અને તે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે'

8 ઓગસ્ટ 2024ના રોજ લોકસભામાં વકફ કાયદામાં ફેરફાર માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ ઘણા મુસ્લિમ નેતાઓ અને વિપક્ષી સાંસદોએ આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એમનું કહેવું છે કે આ બિલ મુસ્લિમો સાથે વાત કર્યા વિના રજૂ કરવામાં આવ્યું છે.

Waqf Board

તાજેતરમાં AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી આ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો કે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને આ બિલનો હેતુ માત્ર મુસ્લિમો પાસેથી વક્ફ સંપત્તિ છીનવી લેવાનો છે. એમને એમ પણ કહ્યું કે કહ્યું, "હિંદુ એન્ડોમેન્ટ એક્ટ, ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી અથવા ખ્રિસ્તીઓ માટે આ પ્રકારનું બિલ ક્યારેય રજૂ કરવામાં આવ્યું નથી. આ બિલનો હેતુ ભારતીયોના મૂળભૂત અધિકારો છીનવી લેવાનો છે."

PROMOTIONAL 11

આ વક્ફ બોર્ડ શું છે?

આ વકફ શબ્દ વકુફા પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ કાયમી રહેઠાણ થાય છે. આમાંથી વકફની રચના કરવામાં આવી હતી. વક્ફ એક એવી મિલકત છે જે લોક કલ્યાણને સમર્પિત છે. ઇસ્લામ અનુસાર, વક્ફ દાનની એક પદ્ધતિ છે જેમાં દાતા જંગમ અથવા સ્થાવર મિલકત દાન કરી શકે છે. મતલબ કે સાયકલથી લઈને બહુમાળી ઈમારત સુધી કોઈપણ વસ્તુ વકફ થઈ શકે છે જોકે તે જન કલ્યાણના હેતુ માટે દાનમાં આપવામાં આવે.

વક્ફ બોર્ડ એ સંસ્થા છે જે અલ્લાહના નામે દાનમાં આપેલી મિલકતની જાળવણી કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ તેમની કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકતને જકાત તરીકે આપે છે, તો તે મિલકતને 'વક્ફ' કહેવામાં આવે છે. જકાત ચૂકવ્યા પછી, આ મિલકત પર કોઈની માલિકીનો અધિકાર નથી. તેને અલ્લાહની મિલકત ગણવામાં આવે છે અને તેની દેખભાળ 'વક્ફ-બોર્ડ'ને આપવામાં આવે છે. આ સંસ્થા તે મિલકતને લગતા તમામ કાયદાકીય કામ જેમ કે વેચાણ, ખરીદી, ભાડા વગેરે સંભાળે છે. એકવાર કોઈ વ્યક્તિ આ વકફ આપી દે તો તે તે મિલકત ક્યારેય પાછી લઈ શકશે નહીં અને વક્ફ બોર્ડ ઇચ્છે તેમ તેનો ઉપયોગ કરે છે.

દેશમાં વક્ફ બોર્ડની રચના ક્યારે થઈ?

1947માં આઝાદી બાદ દેશભરમાં ફેલાયેલી વકફ પ્રોપર્ટી માટે માળખું બનાવવાની વાત થઈ હતી. તેવી જ રીતે વર્ષ 1954માં સંસદે વકફ એક્ટ 1954 પસાર કર્યો હતો. આના પરિણામે વકફ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ એક ટ્રસ્ટ હતું જેના હેઠળ તમામ વકફ પ્રોપર્ટી આવી હતી. 1955માં એટલે કે કાયદો અમલમાં આવ્યાના એક વર્ષ પછી આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને રાજ્ય સ્તરે વક્ફ બોર્ડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી. આ પછી વર્ષ 1995માં નવો વકફ બોર્ડ કાયદો આવ્યો અને 2013માં તેમાં સુધારા કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો: પોલીસ ભરતીમાં મહિલાઓની સંખ્યા કેમ ઓછી? 9 સ્ટેટના છે કંઇક આવા હાલ, પરંતુ આ રાજ્યમાં છે દબદબો

સરકાર શું ફેરફાર કરવા માંગે છે?

હવે સરકાર વક્ફ બોર્ડના દાવાઓની ચકાસણી ફરજિયાત બનાવવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર વર્તમાન વક્ફ બોર્ડ એક્ટમાં લગભગ 40 સુધારા કરવા માંગે છે. જે મિલકતો માટે વક્ફ બોર્ડ અને માલિકો વચ્ચે વિવાદ છે તેના માટે પણ વેરિફિકેશન ફરજિયાત બનાવી શકાય છે. ઘણા અહેવાલો અનુસાર સરકારનો ભાર વક્ફમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર છે. અને સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વકફ બોર્ડની સંપત્તિ સંબંધિત સત્તા પર સરકાર નિયંત્રણ કરશે અને મોટાભાગનો વિવાદ આ બાબતને લઈને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Waqf Bill Waqf Board Amendment Bill Waqf Board News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ