PM મોદીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી યોજનાની સમીક્ષા કરી જેમા તેમણે કહ્યું જે તે કામ જે પણ સરકારી કર્મચારીને કારણે લટકી પડ્યા છે તેમના નામની લીસ્ટ બનાવીને તેમને સોંપવામાં આવે.
PM મોદી એકશન મોડમાં
આરામ કરતા સરકારી કર્મચારીઓની માગી લીસ્ટ
લીસ્ટ તૈયાર કરીને તેમને સોંપવા આપ્યો આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલી યોજનનાઓની સમીક્ષા કરી હતી. જેમા તેમને લાગ્યું કે ઘણી યોજનાઓ એમનેમ લટકી પડી છે આગળ કામ નથી વધી રહ્યું. જેથી તેમણે આદેશ આપ્યા છે, કે જે તે યોજનાઓ જે પણ સરકારી કર્મચારીઓને કારણે લટકી રહી છે. તેનું લીસ્ટ તૈયાર કરવામાં આવે.
કામ શા માટે અટકી રહ્યા છે તેની વિગત માગી
37મી પ્રગતી મીટિંગ વખતે તેમણે આદેશ આપતા કહ્યું કે કયા પ્રોજેક્ટનું કામ શા માટે અટકી પડ્યું તેની તેમણે વીગત પણ માગી હતી. જોકે સૌથી મહત્વની વાત એ છે કે જે સરકારી કર્મચારીઓને કારણે યોજનાઓ લટકી પડી છે. તેમની ઓળખ કરવા પણ તેમણે આદેશ આપ્યા છે.
15 ઓગસ્ટ 2023 સુધીમાં બધા કામ પતાવાના આદેશ
Pm મોદીએ આ મિટીંગ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને આદેશ આપતા કહ્યું કે તેમના બધા કામ તેઓ 15 ઓગસ્ટ 2023 સુધીમાં પૂરા કરે. તેમણે આ મીટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલી બધીજ યોજનાઓની સમીક્ષા કરી હતી. દિલ્હીમાં ત્રીજો રિંગ રોડ઼ બની રહ્યો છે. તે મુદ્દે પણ તેમણે સમીક્ષા કરીને સલાહ સૂચનો આપ્યા હતા.
75.71 કિમી લાંબો રોડ બનશે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા 75.71 કિમી લાંબો રોડ તૈયાર કરી રહ્યા છે. જો તે તૈયાર થશે તો દિલ્હી-ચંદીગઢ હાઈવે લોકો સરળતાથી પહોચી શકશે. આ રોડના પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા બઘીજ પ્રકારની મંજૂરીઓ આપી દેવામાં આવી છે. જેથી સપ્ટેમ્બરના અંતમાં તેનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવશે.
ઓક્સિજન પ્લાન્ટનું કામ ઝડપી કરવા આદેશ
ઉલ્લેખનીય છે કે આ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યમાં બની રહેલા ઓક્સિજન પ્લાન્ટ પણ જાણકારી મેળવી હતી. જેને લઈને મુખ્ય સચિવોને તેમણે ખાસ કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટનું કામ ઝડપથી થવું જોઈએ.