બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રિટાયરમેન્ટ લાઇફને સુખી બનાવવી છે? તો LICની આ યોજનામાં કરો રોકાણ, મળશે લાઇફટાઇમ પેન્શન
Last Updated: 08:58 AM, 22 June 2024
જો તમે હજુ સુધી તમારા રિટાયરમેન્ટ માટેની તૈયારી શરૂ નથી કરી તો આજે જ કરી લો. કેમ કે નોકરી કરતાં કરતાં જો ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરી દેશો તો મોજ-મસ્તીમાં તમે વૃદ્ધાવસ્થાનો આનંદ માણી શકશો. એટલા માટે હંમેશા નોકરીના પહેલા દિવસથી જ રોકાણ શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. રિટાયરમેન્ટ પછી તમે કેવું જીવન જીવશો એ તમે આજે જ નક્કી કરી શકો છો. આ સાથે જ જો તમે પણ જીવનભર કમાણી કરવાનો કોઈ ઓપ્શન શોધી રહ્યા છો તો LICની તરફથી એક ખાસ પોલિસી ઓફર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
LICની આ પોલિસીમાં તમે એક વખત પૈસા લગાવીને જીવનભર કમાણી કરી શકે છો. આ પોલિસીનું નામ છે LICની જીવન શાંતિ સ્કીમ (LIC Jeevan Shanti Scheme). આ યોજનામાં રોકાણ કરીને, તમે તમારા જીવનભર નિયમિત પેન્શન મેળવી શકો છો.
ADVERTISEMENT
LIC ની નવી જીવન શાંતિ પ્લાન ખરીદવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ અને તમે મહત્તમ 79 વર્ષની ઉંમર સુધી જ આ પોલિસી પસંદ કરી શકો છો. 1 વર્ષ પછી, તમને પોલિસીમાં દર્શાવેલ તમામ લાભ મળવાનું શરૂ થાય છે. આ પોલિસીમાં રોકાણ કરવા માટે, તમારી પાસે ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયા હોવા આવશ્યક છે અને પોલિસીમાં રોકાણ કરવા માટે કોઈ મહત્તમ મર્યાદા નથી. જો તમે આ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 10 વર્ષ પછી તમને દર મહિને 9,664 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. પોલિસીધારકને આ પેન્શન તેના આખા જીવન માટે મળે છે.
ADVERTISEMENT
LIC ની નવી જીવન શાંતિ યોજના પસંદ કરીને, તમે તમારા માટે તેમજ તમારા જીવનસાથી અથવા તમારા પરિવાર માટે નિયમિત પેન્શનનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. આ પ્લાનમાં ડેથ બેનિફિટ પણ આપવામાં આવે છે અને પૉલિસીધારકના મૃત્યુ પછી, જો નોમિની ઈચ્છે તો, તે મૃત્યુ લાભની રકમને વાર્ષિકીમાં પણ બદલી શકે છે. જો તમે પહેલા, બીજા કે ત્રીજા વર્ષમાં પોલિસી સરેન્ડર કરો છો, તો તમને પોલિસીમાં રોકાણ કરેલી રકમના 75% મળે છે અને જો તમે ચોથા વર્ષ પછી સરન્ડર કરો છો, તો તમને રોકાણ કરેલી રકમના 90% મળશે.
ADVERTISEMENT
આ ઉપરાંત, તમે આ પોલિસીના 3 મહિના પૂર્ણ થયા પછી પોલિસીના આધારે લોન પણ લઈ શકો છો. કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ છે તે આ પોલિસીમાં રોકાણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.