બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Want to live comfortably after retirement? With an investment of 200 rupees in this scheme, you will get a pension of 50 thousand

તમારા કામનું / નિવૃત્તિ પછી પણ આરામદાયક જીવન જીવવું છે? આ યોજનામાં 200 રૂપિયાના રોકાણથી જીવનભર મેળવશો 50 હજારનું પેન્શન, જાણો

Megha

Last Updated: 04:19 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિવૃતિ પછી આરામદાયક જીવન જીવવાનું સપનું ધરાવતા લોકોને અમે એક ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • નિવૃત્તિ પછી આર્થિક રીતે આત્મનિર્ભર જીવન જીવવાનું સપનું છે?
  • એનપીએસમાં રોકાણ કરીને ઘડપણ સારી રીતે વિતાવી શકો છો 
  • રાષ્ટ્રીય પેન્શન યોજનાનામાં શા માટે રોકાણ કરવું?

ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળે છે જે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કોઈ પણ બચત ન કરતું હોય. લોકો જે કંઈ પણ કમાય છે તેનાથી દરરોજનો ખર્ચો તો કાઢી જ લે છે પણ એ સાથે જ લોકોએ તેમની આવતીકાલ માટે પણ બચત કરવી જરૂરી છે. બચત કરવા માટે અલગ અલગ રસ્તા હોય છે, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પૈસા બચાવે છે, તો કોઈ વ્યક્તિ આ પૈસાને એવી જગ્યાએ રોકાણ કરે છે કે તેને ભવિષ્યમાં સારું વળતર મળી શકે. જો તમે પણ રોકાણ કરી રહ્યા છો કે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે તમે ક્યાં રોકાણ કરી શકો છો, જેથી તમારા પૈસા સુરક્ષિત રહે અને તમને વધુ સારું વળતર મળી શકે.

જો તમે નિવૃત્તિ પછી આર્થિક રીતે આત્મનિર્ભર જીવન જીવવાનું સપનું અને લાંબા ગાળે જંગી મૂડી લાભ મેળવવાનું સપનું જોઈ રહ્યાં છો પણ વહેલી ઉંમરે સારું નાણાકીય આયોજન ન કર્યું હોય તો આ સ્થિતિમાં તમે તમારા નિવૃત્તિ પછીના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોઈ શકો છો. નિવૃતિ પછી આરામદાયક જીવન જીવવાનું સપનું ધરાવતા લોકોને અમે એક ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યોજનાનું નામ રાષ્ટ્રીય પેન્શન યોજના છે. નોંધીની છે કે રાષ્ટ્રીય પેન્શન યોજના એ નિવૃત્તિ પછીના જીવનને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નિવૃત્તિ પછી ઘણા લોકો પૈસાના અભાવે તેમના ઘરનો ખર્ચ પણ ચલાવી શકતા નથી અને ઉંમરના આ તબક્કે વ્યક્તિ પાસે કમાણીનું કોઈ પણ સાધન હોતું નથી. જો એવી પરિસ્થિતિ ઊભી થાય તો લોકો એનપીએસમાં રોકાણ કરીને તેમનું ઘડપણ સારી રીતે વિતાવી શકે છે. 

રાષ્ટ્રીય પેન્શન યોજનાનામાં શા માટે રોકાણ કરવું?
નિવૃત્તિ પછીના આર્થિક રીતે સમૃદ્ધ જીવન માટે રાષ્ટ્રીય પેન્શન યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ છે એટલે કે જો તમે સમયસર આ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરો છો તો આવી સ્થિતિમાં નિવૃત્તિ પછી દર મહિને 50 હજાર રૂપિયા સુધીની પેન્શનનો લાભ લઈ શકો છો. 

મહત્વની વાત એ છે કે નિવૃત્તિ પછી દર મહિને 50 હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે આ સ્કીમમાં દરરોજ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

જણાવી દઈએ જે એનપીએસમાં રોકાણ પીપીએફ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ વળતર મળે છે અને આ યોજનાની ખાસ વાત એ છે કે તેમાં જોખમ પણ ઘણું ઓછું છે. નોંધનીય છે કે એનપીએસમાં બે રીતે રોકાણ કરી શકો છો, એક્ટિવ અને ઓટો ચોઈસ. 

આમાં, રોકાણકાર પાકતી મુદતના સમયે સંપૂર્ણ કોર્પસ ઉપાડી શકતો નથી. જણાવી દઈએ કે નેશનલ પેન્શન સ્કીમમાં ચાર એસેટ ક્લાસ છે. ઇક્વિટી, કોર્પોરેટ ડેટ, સરકારી બોન્ડ અને વૈકલ્પિક રોકાણ ભંડોળનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Investment Retirement fund retirement નિવૃત્તિ Retirement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ