બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Want to get rich overnight So start its cultivation from today the demand is constantly increasing in India

તમારા કામનું / રાતોરાત માલામાલ થવું છે? તો આજથી જ શરૂ કરી દો આની ખેતી, ભારતમાં સતત વધી રહી છે ડિમાન્ડ

Arohi

Last Updated: 02:32 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક હેક્ટરમાં લગભગ 25 ટન શક્કરીયાનું ઉત્પાદન થાય છે. જો તમે તેને 10 રૂપિયા પ્રતિ કિલો રાખશો તો પણ ખેડૂતને એક એકરમાંથી ઓછામાં ઓછા 1.25 લાખ રૂપિયાની કમાણી થશે.

  • એક હેક્ટરમાં થાય છે 25 ટન શક્કરીયાનું ઉત્પાદન
  • એક એકરમાંથી થશે 1.25 લાખની કમાણી 
  • ભારતમાં સતત વધી રહી છે ડિમાન્ડ

આજે ભારતમાંથી સમગ્ર વિશ્વમાં ઘણી વસ્તુઓ નિકાસ કરવામાં આવે છે. તેમાંથી એક છે શક્કરિયા. બટેટા જેવા દેખાતા શક્કરીયા ભારત સહિત સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. આમ તો દુનિયાભરમાં શક્કરીયાના નિકાસની લિસ્ટમાં ભારત છઠ્ઠા નંબર પર છે. 

પરંતુ જે રીતે ખેડૂતો તેની ખેતી પર ભાર આપી રહ્યા છેય તે દિવસ દૂર નથી જ્યારે આપણે ચીનને પાછળ છોડીને નિકાસકારોની યાદીમાં પ્રથમ ક્રમે આવીશું. ભારતના ઘણા રાજ્યોમાં, તેની જબરદસ્ત રીતે ખેતી કરવામાં આવે છે અને ખેડૂતો તેના પાકમાંથી મોટો નફો પણ કમાઈ રહ્યા છે.  

કઈ રીતે કરીશું શક્કરીયાની ખેતી 
શક્કરીયાની ખેતી કરવા માટે સૌ પ્રથમ તમારે તમારી જમીનની ઓળખ કરવી પડશે. જો તમારી જમીનની માટી ખૂબ જ સખત અને પથરવાળી છે અથવા તમારા ખેતરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, તો તમારા માટે શક્કરિયાની ખેતી કરવી યોગ્ય રહેશે નહીં. 

બીજી તરફ જો તમારા ખેતરની જમીનનું pH 5.8 થી 6.8 ની વચ્ચે હોય તો તમે શક્કરિયાની ખેતી ખૂબ જ આરામથી કરી શકો છો. શક્કરિયાની ખેતી કરતી વખતે સિંચાઈનું ઘણું ધ્યાન રાખવું પડે છે. 

જો તમે ઉનાળામાં તેના છોડ રોપ્યા હોય તો રોપ્યા પછી તરત જ પાણી આપવું જોઈએ નહીં. અઠવાડિયામાં માત્ર એક જ વાર સિંચાઈ કરવાનો પ્રયાસ કરો. બીજી તરફ જો તમે વરસાદની સિઝનમાં શક્કરિયાની ખેતી કરી હોય તો સિંચાઈની જરૂર પડશે નહીં.

કયા પ્રકારના ખાતરનો કરશો ઉપયોગ? 
આજના સમયમાં જો તમે કોઈપણ પાકની ખેતી કરી રહ્યા છો, તો તમારા પાકની ઉપજ પણ એ વાત પર નિર્ભર કરે છે કે તમે તમારા ખેતરમાં કયા પ્રકારનું ખાતર ઉપયોગ કરો છો અને ક્યારે કરો છે. જો તમે શક્કરિયાનો પાક ઉગાડતા હોવ તો તમારે તમારા ખેતરોમાં નાઈટ્રોજન, ફોસ્ફર અને પોટાશનો ઉપયોગ કરવો જોઈએ. 

બીજી બાજુ જો તમારી જમીન વધુ એસિડિક હોય, તો તમારે મેગ્નેશિયમ સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને બોરોનનો ઉપયોગ કરવો જોઈએ. તમે કૃષિ નિષ્ણાતને પૂછીને તમારી જમીન અનુસાર આ ખાતરોની માત્રા પસંદ કરી શકો છો.

કેટલી થશે ઉપજ 
ખેડૂતો માટે આ સૌથી મોટો પ્રશ્ન છે કે આખરે તેઓ જે પાકનું વાવેતર કરી રહ્યા છે તેમાં તેમની ઉપજ શું હશે અને તેમને તેમની કિંમત મુજબ નફો મળશે કે કેમ. શક્કરિયાની વાત કરીએ તો આમાં મોટાભાગે ખેડૂત નફો કરે છે. 

એક હેક્ટરમાં લગભગ 25 ટન શક્કરીયાનું ઉત્પાદન થાય છે. જો તમે તેને 10 રૂપિયા પ્રતિ કિલો રાખશો તો પણ ખેડૂતને એક એકરમાંથી ઓછામાં ઓછા 1.25 લાખ રૂપિયાની કમાણી થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Farming India cultivation demand ખેડૂત ખેતી Farming
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ