બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Want to file ITR by yourself sitting at home without taking any help? So follow this step

શીખવા જેવું / કોઈની મદદ લીધા વીના ઘરે બેસીને જાતે ITR ફાઇલ કરવા માંગો છો? તો ફોલો કરો આ સ્ટેપ

Megha

Last Updated: 04:41 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈની મદદ લીધા વીના ઘરે બેસીને જાતે ITR ફાઇલ કરવા માંગો છો તો ફોલો કરો અ સ્ટેપ્સ, ઘરે બેસીને સહેલાઇથી ભરી શકશો ઈન્કમ ટેસ્ક રીટર્ન

  • ITR ફાઇલ કરવું છે પણ પ્રક્રિયા નથી ખબર?
  • આ રીતે જાતે ITR કરો ફાઇલ 
  • ITR ફાઇલ કરવા માંગો છો તો ફોલો કરો આ સ્ટેપ 

દરેક વ્યક્તિ પોતાના ખર્ચાઓને પહોંચી વળવા અને પોતાનું ઘર ચલાવવા માટે નોકરી અથવા કોઈ બિઝનેસ કરે છે. એટલું જ નહીં લોકો તેમની આવક વધારવા માટે પણ અનેક કામ કરે છે. આ સિવાય આજના ખર્ચ સાથે સાથે લોકો તેમના ભવિષ્ય માટે પણ બચત કરે છે. આ બધી વાતોમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે કામ કરનાર એનએ પૈસા કમાનાર વ્યક્તિ જો ટેક્સની યાદીમાં આવે તો ટેક્સ ભરવો પડે છે. આવી સ્થિતિમાં ટેક્સ ભરનાર કરદાતાઓએ ITR ફાઇલ કરવામાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઘણી વખત એવું બને છે કે લોકોને ITR ફાઇલ કરતાં નથી ફાવતું અને એ માટે તેઓ બ્રોકરની મદદ કે છે જેમાં ઘણા એકસ્ટ્રા પૈસા પણ ખર્ચ થાય છે. પણ જો તમે ઇચ્છો તો તમે કોઈની મદદ લીધા વીના ઘરે બેસીને જાતે ITR ફાઇલ કરી શકો છો, કેવી રીતે? આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

-જો તમે પણ કોઈ બીજાની મદદ લઈને અથવા પૈસા ખર્ચીને ITR ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો પણ હવે જાતે ITR ફાઇલ કરવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. 
-આ માટે તમારે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
-એ પછી તેમાં PAN નંબર, પાસવર્ડ, જન્મ તારીખ અને કેપ્ચા કોડ ભરીને લોગ-ઇન કરવું પડશે. 
-પછી ઈ-ફાઈલ પર ક્લિક કરીને અને ઈન્કમ ટેક્સ રિટર્નનો વિકલ્પ પસંદ કરો
-એ પછી ITR ભરવા માટે ફોર્મ પસંદ કરો અને મૂલ્યાંકન વર્ષ પણ પસંદ કરો
-આ સાથે જ ઓરિજિનલ રિટર્ન ભરતી વખતે ઓરિજિનલ રિટર્ન અને રિવાઇઝ્ડ રિટર્ન ભરતી વખતે રિવાઇઝ્ડ રિટર્ન પર ક્લિક કરવું 


-એ બાદ  Prepare and Submit Online ના વિકલ્પ પર ક્લિક કરી માહિતી ભરો 
-બધી માહિતી ભર્યા પછી TP અને નેટ બેન્કિંગની મદદથી તેનું વેરિફિકેશન કરો 
-વેરીફાઈ કર્યા પછી પ્રિવ્યૂ એન્ડ સબમિટ પર  ક્લિક કરો 
-આ રીતે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થઈ જશે 

સંકળાયેલા મુદ્દાઓ

ITR ITR filing tamara kamnu આઇટીઆર ITR filing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ