બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / want-to-be-rich-tips-to-increase-money

વાસ્તુ / તમારા પૈસા-ધન મામલે રાખો આટલી સાવધાની, આ રીતે વધશે બરકત

vtvAdmin

Last Updated: 03:03 PM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૈસાદાર બનવું કોને ના ગમે? રૂપિયા કમાવવા માટે લોકો દિવસ-રાત તનતોડ મહેનત કરતા હોય છે. એક સરખી મહેનત હોવા છતાં કેટલાંક લોકો વધારે કમાણી કરે છે જ્યારે કેટલાંકનું તો ઘર માંડ-માંડ ચાલે છે. નાણાંના મેનેજમેન્ટનો અભાવ ઉપરાંત ધન સાથે જોડાયેલી અમુક બાબતોનું ધ્યાન ન રાખો તો પણ આર્થિક તંગી ઊભી થાય છે. ધન મૂકવાની બાબતો અંગે ધ્યાન રાખશો તો પરેશાની નહીં વેઠવી પડે.

- પર્સમાં કે તિજોરીમાં ક્યારેય રૂપિયા સાથે એવા કાગળ કે ડાયરી ન રાખવા જેમાં ઉધારની રકમ કે હિસાબ લખ્યો હોય. આવી ડાયરી અને કાગળને અલગ સ્થાને રાખવા.

- વ્યવસાય કરતા લોકોએ રાત્રે ઘરે આવ્યા પછી ક્યારેય પેમેન્ટ મળ્યુ હોય તો તેને ઘરમાં ટેબલ પર ન રાખવુ જોઇએ. આ સિવાય ઉંઘતી વખતે રૂપિયા ઓશિકા નીચે કે માથા નીચે ના રાખવા.

- કબાટે કે રેકમાં રૂપિયા સાથે કેટલાક લોકો ખાવા-પીવાની વસ્તુ રાખતા હોય છે જેમકે ડ્રાયફ્રૂટ, ચોકલેટ વગેરે. એવું ક્યારેય ના કરવુ. ધન અને ભોજન સાથે ના રાખવા.

- ઘણા લોકોને આદત હોય છે તેઓ પર્સની અંદર જ પાન-મસાલો રાખે છે. આમ ના કરવુ જોઇએ. પાન-મસાલાને અધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વ વસ્તુ નથી ગણવામાં આવતી. આવુ કરવાથી તમારી આર્થિક ઉન્નતિમાં અવરોધ આવી શકે છે.

- રૂપિયાને થૂંક લગાવીને ગણવા ના જોઇએ. આવુ કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સાથે જ આર્થિક તંગી પણ લાવે છે. નોટોમાં મા લક્ષ્મીનો વાસ ગણવામાં આવે છે. ત્યારે થૂંક લગાવીને તેમનું અપમાન ના કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology vastu tips Vastu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ