બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અન્ય જિલ્લા / ટૂંક સમયમાં પાટા પર દોડશે 'વંદે ભારત સ્લીપર' રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત

જાણી લો / ટૂંક સમયમાં પાટા પર દોડશે 'વંદે ભારત સ્લીપર' રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત

Last Updated: 10:41 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vande Bharat Train: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટેના પ્રયાસો વિશે જણાવ્યું કે, આ વખતે ભીડને ઓછી કરવા માટે ઉનાળાની સીઝનમાં ટ્રેનોની 19,837 ટ્રીપ વધારવામાં આવી છે

તહેવારોથી લઈ ઉનાળાની રજાઓ સુધી તેમજ લગ્નની સિઝન દરમિયાન ભારતીયોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે તે છે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે કન્ફર્મ ટિકિટની રાહ જોવાની. ભારતીય રેલ્વે આ માટે પ્રયાસો પણ હાથ ધર્યા છે, જેમાં વિશેષ ટ્રેનો ચલાવવાનો સમાવેશ કરાય છે. શનિવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી હતી કે માત્ર 2 મહિનામાં જ વંદે ભારત સ્લીપર ટ્રેન સેટ દેશના પાટા પર દોડવા લાગશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર ટ્રેનોમાં રાહ જોવાની સમસ્યાનો દૂર કરવા સતત પ્રયત્નશીલ છે, વંદે ભારત સ્લીપર 60 દિવસમાં ટ્રેક પર દોડવાનું શરૂ કરશે.

WhatsApp Image 2024-06-13 at 6.49.27 PM

વંદે ભારત સ્લીપર દોડવા તૈયાર છે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વંદે ભારત સ્લીપર પાટા પર દોડવા માટે તૈયાર છે. હાલમાં 2 ટ્રેન સેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ બંને ટ્રેનોનો આગામી 6 મહિના સુધી ટેસ્ટિંગ થશે. ત્યારપછી આ ટ્રેનોને સામાન્ય સેવા માટે શરૂ કરી શકાશે. વંદે ભારત સ્લીપર માટે 4 કોચનો મૂળભૂત ટ્રેન સેટ તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સરકાર આગામી પાંચ વર્ષમાં લગભગ 400 વંદે ભારત ટ્રેનને ટ્રેક પર લાવવાની યોજના છે. વંદે ભારત ટ્રેનમાં કોઈ અલગ એન્જિન નથી, બલ્કે તે ટ્રેનના સેટનો એક ભાગ છે. આ ટ્રેનને ઝડપી ગતિએ ચલાવવામાં મદદ કરે છે. તેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવવામાં આવી છે.

વાંચવા જેવું: PF ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમ બદલાયા, નોકરિયાત હવે નહીં ઉપાડી શકે એડવાન્સ રૂપિયા

રેલવે વેઈટિંગ સમાપ્ત કરવાનો પ્રયાસ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટેના પ્રયાસો વિશે જણાવ્યું કે, આ વખતે ભીડને ઓછી કરવા માટે ઉનાળાની સીઝનમાં ટ્રેનોની 19,837 ટ્રીપ વધારવામાં આવી છે. ઉનાળાની સિઝનમાં લગભગ ચાર કરોડ વધારાના લોકોએ પ્રવાસ કર્યો છે. સરકારનું ફોકસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર છે. છેલ્લા દસ વર્ષમાં હજારો કિલોમીટર નવી લાઈનો નાખવામાં આવી છે. દેશમાં દરરોજ લગભગ 14.5 કિલોમીટર રેલવે ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vande Bharat Train Railway Train Railway Minister Ashwini Vaishnave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ