5Gની ચર્ચા દેશમાં ચાલી રહી છે અને તે ક્યારે લોન્ચ થશે તેને લઈને અનેક અટકળો વચ્ચે રાહતના સમાચાર આવી રહ્યા છે. જાણો સંભાવિત તારીખ.
દેશભરમાં ચાલી રહી છે 5Gની ચર્ચા
જલ્દી ભારતમાં લોન્ચ થશે 5G
આ દિવસે થઈ શકે છે ઓફિશિયલી લોન્ચ
5Gના ભારતમાં લોન્ચ થવાને લઈને દેશમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ સમયે ટેલિકોમ કંપનીઓને તેના ટ્રાયલ માટેની પરમિશન આપવામાં આવી છે. આ માટે તેમને સ્પેકટ્રમ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. તેની ઉપલબ્ધતાને લઈને પણ એક ખાસ રિપોર્ટ આવ્યો છે.
શું કહે છે રિપોર્ટ
રિપોર્ટમાં કહેવાયું છે કે 5G ક્યારે ભારતમાં આવશે. રિપોર્ટના અનુસાર જાણકાર સરકારી અધિકારીનું માનીએ તો તે જલ્દી જ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવશે. હવે આમાં વધારે સમય લાગે તેવું નથી. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે શક્ય છે તે 5Gને 75મા સ્વતંત્રતા દિવસે ભારતમાં લોન્ચ કરવામાં આવે. ભારતમાં 5G 15 ઓગસ્ટ 2022ના રોજ આવી શકે છે. 5G ટેક્નોલોજી આવતા વર્ષે ઓગસ્ટમાં શરૂ કરાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
કોણ કરશે લોન્ચ
ભારતમાં 5G 15 ઓગસ્ટ 2022ના રોજ પીએમ મોદી લોન્ચ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ સાતે સૌથી મોટું સરપ્રાઈઝ એ જોવા મળશે કે સોફ્ટવેર અને હાર્ડવેયરમાં અનેક ભારતીય ટેક્નોલોજીનો ઉપયોગ વધારે કરાશે. રિપોર્ટમાં કહેવાયું છે કે અનેક મોટી કંપનીઓ જેવી કે
Ericsson, Nokia, Samsung અને Qualcomm ભારતમાં 5Gહાર્ડવેયર પર કામ કરી રહી છે. આ સિવાય Huawei અને ZTEને આ વિશે પૂછાયું તો સરકારી અધિકારીએ કહ્યું કે અનેક અન્ય કંપનીઓ દુનિયાને માટે 5જી ટેક્નોલોજી પર કામ કરી રહી છે. તેમાં લોકલ પ્લેયર્સ પણ કેપેબલ છે.