Video / દીવમાં મહા વાવાઝોડાંની અસર, દીવના કલેક્ટર સાથે VTV ની ખાસ વાતચીત

મહા વાવાઝોડાને લઈને દીવ તંત્ર એલર્ટ થયુ છે. ત્યારે હવે આ મામલે દીવના કલેક્ટર વીટીવી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, મહા વાાવઝોડું દીવના દરિયા કિનારે નહી ટકરાય. વાવાઝોડાને લઈને દીવમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા 15 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 600 લોકોની ટીમ ખડેપગે છે. સાથે જ NDRFની 5 ટીમ પણ તૈનાત કરાઈ છે. દીવ પ્રશાસન દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. હોટલોને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ છે. જે પ્રવાસીઓ હાલમાં દીવમાં છે, તેમને બહાર ન નિકળવા માટે સૂચના અપાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ