VTV's Reality Check: Most Check Dams Dilapidated in Many Districts, Why Summer Needs Not Heeded?
મહામંથન /
VTVનું રિયાલિટી ચેક: અનેક જિલ્લામાં મોટાભાગના ચેકડેમ જર્જરિત, ઉનાળાની જરૂરિયાતનું કેમ નથી રખાતું ધ્યાન?
Team VTV09:28 PM, 12 Mar 23
| Updated: 10:08 PM, 12 Mar 23
વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ચેકડેમ બનાવવામાં આવે છે. પરંતું હાલ રાજ્યમાં મોટા ભાગનાં ચેકડેમ જર્જરીત હાલતમાં છે. ત્યારે આ બાબતે જવાબદાર કોણ?
રાજ્યમાં ઉનાળીની શરૂઆતમાં જ પાણીની સમસ્યા ઉભી થાય છે
ચેકડેમો તૂટી ગયા છે છતાં તેનું સમારકામ હાથ ધરાતું નથી
ચેકડેમ જર્જરિત હોવાથી પાણીના જળસ્તર ગયા ઊંડા
પાણીનો સંગ્રહ કરવા માટે ખૂબ મોટી યોજનાઓ, બંધોના સ્થાને નાના નાના ચેકડેમ અને બોરીબંધ વ્યવહારુ છે, અને પરવડે એવા જ છે. આપણાં ગુજરાતે 25 વર્ષ પહેલા ચેકડેમ બનાવવાની સામૂહિક પહેલ શરૂ કરી. સરકાર તો હતી જ એ સાથે નાના નાના સમાજો, ખેડૂતો, દાતાઓ, શ્રેષ્ઠીઓ પણ જોડાયા. અત્યાર સુધીનો ગુજરાતનો અનુભવ એવો રહ્યો છે કે સહિયારું એ કોઈનું નહી. તો જળસંચયનું જે આંદોલન શરૂ થયું હતું એને હવે નવેસરથી વિચારવાની જરૂર છે.
ગુજરાતના ગામોમાં બનેલા ચેકડેમ અને બોરીબંધોની સ્થિતિ એવી છે કે, વ્યવસ્થાઓ પરથી આપણો વિશ્વાસ ઉઠી જાય. આટલા સુંદર વિચારમાં, આવા ભગીરથ કામમાં કેમ આપણી સફળતા સતત નથી, એ વિચારવાનો સમય છે. પાણી માટે રોતા રહીશું, રઝળતા રહીશું, પણ સહિયારા પ્રયત્નો કરીશું તો ન રડવું પડશે કે ન રઝળવું પડશે. ચેકડેમમાં થયેલા ભ્રષ્ટાચાર અને મળેલી નિષ્ફળતાઓથી ઉપર ઉઠીને એક નવા આંદોલનની જરૂર છે. એ જવાબદારી નક્કી કરવાની પણ જરૂર છે. કે શું સરકારોની નિષ્ફળતાઓના સૂરને જ રેલાવવો છે કે સામૂહિક સફળ થવું છે.
ચેકડેમો તૂટી ગયા છે છતાં તેનું સમારકામ હાથ ધરાતું નથી
રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા ઉભી થાય છે. ત્યારે કેટલાક જીલ્લામાં ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે. રાજ્યના ખેડૂતો સિંચાઈ માટે વલખા મારી રહ્યા છે. પાણી ન હોવાના કારણે ખેતીને પણ ભારે નુકશાન થાય છે. ત્યારે ચેકડેમો તૂટી ગયા છે છતાં તેનું સમારકામ હાથ ધરાતું નથી. ખેડૂતોની વારંવાર રજૂઆત હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. ચોમાસામાં કેવી રીતે પાણીનો સંગ્રહ કરાશે તે પણ એક મોટ સવાલ છે. ત્યારે ચેકડેમોની સ્થિતિને લઈ તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે. ચેકડેમો જર્જરિત હોવાથી પાણીના જળસ્તર ઊંડા ગયા છે. ચેકડેમો બન્યા બાદ જાળવણી ન થતા પાણીની તંગી ઊભી થાય છે.
ભાવનગર જિલ્લામાં 5 હજાર ચેકડેમ છે, તેમાંથી મોટાભાગના જર્જરિત
બનાસકાંઠાના જિલ્લામાં પણ અનેક ચેકડેમ તૂટેલી હાલતમાં
અમીરગઢ, દાંતામાં અંદાજે 50 જેટલા ચેકડેમ છે તે પણ જર્જરિત
રાજકોટ જિલ્લામાં 20 હજારથી વધુ ચેકડેમ છે તેમાંથી 50% જર્જરિત
ચોમાસા પહેલા VTV NEWSએ ચેકડેમોની સ્થિતિ જાણી છે. ત્યારે TV NEWSના રિયાલિટી ચેકમાં અનેક ચેકડેમ તૂટેલી હાલતમાં છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ચેકડેમની હાલત અત્યંત ખરાબ છે. ભાવનગર જિલ્લામાં 5 હજાર ચેકડેમ છે, તેમાંથી મોટાભાગના જર્જરિત છે. જ્યારે બનાસકાંઠાના જિલ્લામાં પણ અનેક ચેકડેમ તૂટેલી હાલતમાં છે. જેમાં અમીરગઢ, દાંતામાં અંદાજે 50 જેટલા ચેકડેમ છે તે પણ જર્જરિત થઈ ગયા છે. રાજકોટ જિલ્લામાં 20 હજારથી વધુ ચેકડેમ છે તેમાંથી 50% જર્જરિત છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ સૌથી મોટો ચેક ડેમ તળિયેથી જ લીકેજ છે તો હિંમતનગરમાં તંત્રની અણઆવડતના કારણે ચેકડેમ શોભાના ગાંઠિયા બન્યા છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આવેલો ચેકડેમ તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પંચમહાલના કાલોલ તાલુકામાં ગોમાં નદીનો ચેકડેમ તુટેલી હાલતમાં છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા નથી સર્જાતી
ભૂગર્ભ જળને ટકાવી રાખવા માટે ચેકડેમો અતિ આવશ્યક
ચેકડેમના કારણે ભૂગર્ભ જળ ઉંચુ આવે છે
વરસાદી પાણીનો સંગ્રહ થતા જમીનનું ઘોવાણ અટકે છે
ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતી નથી. ખેડૂતોને સિંચાઇ માટે સરળતાથી પાણી મળી છે. ત્યારે પાણીના લીધે જે તે વિસ્તારમાં પક્ષીઓ અને પ્રાણીઓનું સ્થળાંતર અટકે છે. ભૂગર્ભ જળને ટકાવી રાખવા માટે ચેકડેમો અતિ આવશ્યક છે ત્યારે ચેકડેમના કારણે ભૂગર્ભ જળ ઉંચુ આવે છે. તેમજ વરસાદી પાણીનો સંગ્રહ થતા જમીનનું ઘોવાણ અટકે છે ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ રોકાતા પૂરની સંભવાના ઘટે છે. ત્યારે મોટા બંઘોની જેમ ખેડુતોની જમીન કે અન્ય જમીન સંપાદન કરવાનો પ્રશ્ન રહેતો નથી.
રાજ્યના મોટા ભાગના ચેકડેમની હાલત જર્જરિત
વરસાદી પાણીની સામે નથી ટકી શકતા નબળા ચેકડેમ
ચેકડેમ તૂટી જતા અનેક ખેડૂતો પાણીના લાભથી રહે છે વંચિત
રાજ્યના મોટા ભાગના ચેકડેમની હાલત જર્જરિત છે. ત્યારે જર્જરિત ચેકડેમ માટે ભ્રષ્ટાચાર જવાબદાર છે કે નહિ. ચેકડેમનું બાંધકામ મજબૂત કરવામાં આવતું નથી. જેનાથી ચેકડેમ વરસાદી પાણીની સામે નથી ટકી શકતા નબળા ચેકડેમ. નબળા ચેકડેમ તૂટી જતા અનેક ખેડૂતો પાણીના લાભથી વંચિત રહે છે. તો ક્યારેક ચેકડેમ તૂટવાથી પણ આસપાસના ખેતરોના પાકને પણ નુકશાન થાય છે. ત્યારે શું સરકારે ચેકડેમના મોડેલ પર વિચારવાની જરૂર નથી?