Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સ્ટિંગ ઑપરેશન / આગ સાથે ખેલતી હોસ્પિટલો, જોઈ લો સલામતીની કોઈ ગેરંટી નહીં

આગ સાથે ખેલતી હોસ્પિટલો, જોઈ લો સલામતીની કોઈ ગેરંટી નહીં

અમદાવાદના પાલડીમાં આવેલ એપલ કેર હોસ્પિટલમાં આગના બનાવથી અનેક બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. હોસ્પિટલની બેદરકારીને લીધે કેન્ટીનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. ત્યારે વીટીવી દ્વારા ફાયરસેફટી અને ગેરકાયદેસર બાંધકામ મામલે શહેરની નામાંકિત હોસ્પિટલોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જ્યાં લોકો જીવન મેળવવા જાય છે. તે હોસ્પિટલો ક્યારે કાળ સામે આવી જાય તે કહેવાય નહીં. આવો જોઈએ આગ સાથે ખેલતી અમદાવાદની હોસ્પિટલો પર અમારું સ્ટીંગ ઓપરેશન...

સળગતા સવાલ 
આ તે હોસ્પિટલ કે મોતનુ ઘર ?
અમદાવાદની બેદરકાર હોસ્પિટલો સામે તંત્ર કેમ છે લાચાર ?
બેદરકાર હોસ્પિટલ સામે તંત્ર કેમ કરે છે આંખ આડા કાન ?
સબ સલામતના બણગા ફૂંકતું તંત્ર હોસ્પિટલો સામે કેમ છે મૌન ?
શું માણસોના જીવન આટલાં સસ્તાં છે  ?
અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર કેટલી સુરક્ષિત ?
શુ હોસ્પિટલ અને તંત્રને દર્દીઓના જીવનની કંઈ પડી નથી ?
દર્દી પાસેથી થોકબંધ રૂપિયા લેતી હોસ્પિટલો સલામતી ક્યારે આપશે ?
શું તંત્રને મોટી મોટી હોસ્પિટલોની બેદરકારી દેખાતી નથી ?
શું તંત્ર અને હોસ્પિટલો વચ્ચે સાંઠગાંઠ છે ?
કેમ AMC અને ફાયરબ્રિગેડ હોસ્પિટલોનું સઘન ચેકિંગ કરતાં નથી ?
આગ સાથે કેમ ખેલી રહી છે અમદાવાદની હોસ્પિટલો ?
શું કોર્પોરેશન મોટી હોનારતની રાહ જોઇ રહ્યું છે ?
હોસ્પિટલમાં ગેસ લીકેજ થાય તો કોની જવાબદારી ? 
હોસ્પિટલમાં કાયદેસર રીતે કેમ બનતી નથી કૅન્ટીન ?
કૅન્ટીનને સત્તાવાળાઓ કેમ રોકતા નથી ?
શું મોતની કૅન્ટીન માટે લેવાય છે કોઈ પરમીશન ?
કેન્ટીનના કોન્ટ્રાકટ આપવામાં કોને મળે છે મલાઈ ?
એપલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થઈ હોત તો કોની જવાબદારી ?

શું બની હતી ઘટના
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી એપલ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં ભીષણ આગ લાગી હતી. જેને લઈને એસ્ટેટ વિભાગ હોસ્પિટલમાં કેન્ટીનની પરમિશન હતી કે નહિં તે અંગે તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, આ આગને કારણે ફાયર બ્રિગેડ તંત્ર પણ સક્રિય થઈ ગયુ છે અને તે પણ ફાયર સેફ્ટીના મુદ્દાઓને લઈને તપાસ કરશે. તેમજ જો ફાયર સેફ્ટીના નિયમો પાળવામાં કંઈપણ ક્ષતિ જણાશે તો ફાયર બ્રિગેડ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ