Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

આદેશ / VTVના સ્ટિંગ ઓપરેશન 'દ્રોહ'ના રાજ્ય સરકારમાં પડ્યા પડઘા, કરી આ કાર્યવાહી

VTVના સ્ટિંગ ઓપરેશન 'દ્રોહ'ના રાજ્ય સરકારમાં પડ્યા પડઘા, કરી આ કાર્યવાહી

રાજયની ડિપ્લોમા કોર્સ કરાવતી કોલેજો રાજ્ય સરકારની તિજોરીને ખુલ્લે આમ લુંટી ભ્રષ્ટાચાર ચલાવી રહી હોવાના પુરાવા સામે આવ્યા છે. વીટીવીએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં રાજયની અનેક કોલેજો, એડમિશનની પ્રક્રિયા કરતુ એસીપીડીસી, જીટીયુ, સમાજ કલ્યાણ ખાતુ, બેન્ક મેનેજરો અને તેની સાથે જોડાયેલા એજન્ટો મળીને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ ચાઉ કરી વર્ષે કરોડો રુપિયાનો કૌભાંડ આચરી રહ્યા છે.

આ કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લે આમ આચરાતુ હોવા છતાં સરકારે આ કૌભાંડની તપાસ કરવાની કે કૌભાંડ સુધી પહોંચવાની ક્યારેય તસ્દી લીધી નથી ત્યારે વીટીવીએ ખુલ્લો પાડ્યો છે એજ્યુકેશન સિસ્ટમનો સ્માર્ટ કૌભાંડ...

VTVના ઓપરેશન દ્રોહના રાજ્ય સરકારમાં પડ્યા પડઘા
ત્યારે VTVના ઓપરેશન દ્રોહ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. રાજ્ય સરકારે આદિજાતિ કમિશ્નર રણજીતકુમારે તપાસના આદેશ આપ્યા છે. આદિજાતિ વિભાગ સમગ્ર કૌભાંડને લઇને તપાસ કરશે. તમામ જિલ્લાઓમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરાશે. જિલ્લાઓના આદિજાતી વિભાગના આસિ. કમિશ્નરને તપાસ સોંપાઇ છે.



કોલેજોમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ચાલતા કૌભાંડને VTV એ ઉજાગર કર્યું હતું. રાજ્યની 8 એન્જિનિયરિંગ કોલેજોમાં શિષ્યવૃત્તિના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આદિવાસી વિદ્યાર્થીઓના નામે કોલેજો દ્વારા કરોડોની કમાણીનો ભાંડો ફોડ્યો હતો.

આદિવાસી વિભાગના કમિશનરે તાપસ આદેશ આપ્યા
મહત્વનું છે કે વીટીવીના ઓપરેશન દ્રોહ બાદ આદિવાસી વિભાગના કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે. ઓપરેશન દ્રોહ બાદ ગુજરાતના શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને 8 કોલેજ સામે તપાસના આદેશ આપ્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિ લેનાર સામે કડક પગલાં ભરવામાં આવશે.



ભૂતિયા વિદ્યાર્થીઓ ઉભા કરીને શિષ્યવૃતિ લેનાર કોલેજ સામે કડક કાર્યવાહી કરશે. આદિવાસી વિભાગના કમિશ્નર રણજિત કુમારે વીટીવીનો આભાર માન્યો અને કહ્યું કે, ગુજરાતની તમામ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓના એડમિશન બાબતે તપાસ કરવા આદેશ અપાયા છે.

Vtv Sting operation college scam gujarat

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ