Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મહામંથન / VTV સ્ટિંગ ઓપરેશન 'દ્રોહ': એડમિશનના નામે મોટો ભ્રષ્ટાચાર! દ્રોહ કરનારા દંડાશે?

વીટીવીએ કરેલા ઓપરેશન દ્રોહથી સરકારી તંત્ર સહિત સરકાર હચમચી ગઈ છે....અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો કોલેજના સંચાલકો કોઈને મ્હો બતાવવા લાયક રહ્યા નથી. ગરીબ વિદ્યાર્થીઓના બોગસ એડમિશન ઉભા કરી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના એકાઉન્ટમાં લાખો રૂપિયા જમા કરી રહી છે. અને અંજામ આપી રહ્યા છે બેફામ ભ્રષ્ટાચારને. આખરે આ ભ્રષ્ટાચાર પર સરકાર કેમ ચૂપ છે. શું કરી રહ્યુ છે સરકારી તંત્ર. શું શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોના મોટાપાયે સેટિંગ છે. શું ઉપર સુધી તેમના હપ્તા પહોંચે છે. શું સંચાલકો સરકારી તંત્ર અને સરકાર સાથે સાંઠગાંઠ કરીને કૌભાંડને અંજામ આપી રહ્યા છે. આખરે કેમ આવી શૈક્ષણિક સંસ્થાઓ સામે પગલા ના લેવા જોઈએ. કેમ આ સંચાલકોને પદભ્રષ્ટ ના કરવા જોઈએ. કોણ આ સંચાલકોને આપે છે ભ્રષ્ટાચારની પરમીશન. આ સહિતના મુદ્દાઓ પર કરીશું આજનું મહામંથન મારી સાથે

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ