સુરતીઓની સમસ્યાઓનું 'મહામંથન': હીરા, કાપડ, રોજગારી સહિતના મુદ્દે લોકોએ ઠાલવી વેદના, જુઓ Video

By : admin 09:37 PM, 11 January 2019 | Updated : 11:43 PM, 11 January 2019
ગુજરાતની સૌથી લોકપ્રિય ડિબેટ મહામંથન સુરતમાં યોજાઇ છે. Vtv દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વીટીવીના એડિટર ઈસુદાન ગઢવીએ સુરત ખાતે 'મહામંથન' કર્યું હતું. જેમાં રાજકીય નેતાઓ, વિશેષજ્ઞો અને આંદોલનકારીઓ સહિત હજારોની સંખ્યામાં સુરતીઓ ઉમટ્યાં હતા.

ઈસુદાન ગઢવીએ હુંકાર કર્યો હતો કે, હું ખેડૂતોની સાથે સાથે યુવાઓ માટે લડીશ, રોજગાર માટે લડીશ, આરોગ્ય અને એજ્યુકેશન માટે લડીશ

તો આ મહામંથન કાર્યક્રમમાં તમામ મુદ્દાઓ પર લાઈવ ચર્ચા થઇ હતી. જનતાના પ્રશ્નોના નેતાઓ પાસે જવાબ માંગવામાં આવ્યા હતા. 

સુરત સાથે કરવામાં આવેલ મહામંથનમાં હીરા ઉદ્યોગ, કાપડ અને એમ્બ્રોડરી ઉદ્યોગ, રોજગારી અને શિક્ષણ, તાપી નદીના શુદ્ધીકરણને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

ત્યારે અનેક સવાલો છે કે, શું ઈચ્છે છે સુરતવાસીઓ? સુરતવાસીઓને કેવો બદલાવ જોઈએ છે ? શું છે સુરતીઓના સરકારને પ્રશ્નો ? રોજગારીની વાતો વચ્ચે બેરોજગારીનો આંક કેમ વધી રહ્યો છે ? બે કરોડ નોકરીઓનાં વચનોનું શું થયું ? 

GSTની સુરતીઓ પર પડી મોટી અસર!
કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, નાના-મધ્યમ વર્ગના ઉદ્યોગ કોના કારણે ઠપ થયા ? ટેક્ષટાઈલ માર્કેટની 8 હજારથી વધુ દુકાનોને તાળા લાગ્યા, કોણ જવાબદાર ? એમ્બ્રોઈડરી ઉદ્યોગ ઠપ થઈ જતા લોકો રસ્તા પર આવી ગયા.

મંદીના કારણે લાખો મશીનરી બંધ પડી છે. GSTના કારણે 3 લાખથી વધુ લોકોની નોકરી જતી રહી, કોણ જવાબદાર ? હીરા ઉદ્યોગ ઠપ થતાં પેઢીઓ ઉઠી રહી છે, કોના કારણે ? GST ના કારણે 5 હજાર દુકાન બંધ થઈ ગઈ. 5 હજાર વેપારી ધંધો બદલી ચૂક્યા છે.યુવાનોની બેરોજગારીને લઇને મોટા સવાલો
  • 12 હજાર જગ્યા સામે 37 લાખ બેરોજગારો ઉભા રહ્યા
  • તલાટીની 1600 જગ્યા સામે 16 લાખ અરજદારો 
  • LRDની 9,713 જગ્યા સામે 8.76 લાખ અરજદારો 
  • વનરક્ષકની 334 જગ્યા સામે 4.84 લાખ અરજદારો

ત્યારે ભરતીના નામે યુવાઓ પાસેથી થાય છે કરોડોની લૂંટ ? કેમ ફોર્મ ભરવાની 300-400 રૂપિયા જેટલી ફી વસુલાય છે ? એન્જીનિયરિંગના વિદ્યાર્થીએ કેમ સફાઈ કામદાર માટે ઉમેદવારી કરવી પડે છે ?Recent Story

Popular Story