બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VTV IMPACT, Illegal salt agar issue in Kutch discussed in Gujarat Legislative Assembly

સત્ય / VTV IMPACT: કચ્છમાં ગેરકાયદે મીઠાના અગરોનો મુદ્દો વિધાનસભામાં ગૂંજ્યો, સરકારે પણ કર્યો સ્વીકાર

Vishnu

Last Updated: 09:21 PM, 27 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ અને ખાસ કરીને ઘૂડખર અભયારણ્યમાં ચાલી રહેલા મીઠાના અગરોના કાળાકારોબારનો મોટો પર્દાફાશ વીટીવીએ કર્યો હતો

  • કચ્છના નાનારણમાં ગેરકાયદે અગરો
  • સરકારે વિધાનસભામાં કર્યો સ્વીકાર
  • ઘુડખર અભ્યારણમાં મીઠાના અગરો

વીટીવીના અહેવાલનો પડઘો ફરી પડ્યો છે. કચ્છના નાનારણમાં ગેરકાયદે મીઠાના અગરો ચાલતા હોવાનો સ્વીકાર સરકારે વિધાનસભામાં કર્યો છે. મહત્વનું છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બેબાક રીતે વીટીવીએ કચ્છ અને ખાસ કરીને ઘૂડખર અભયારણ્યમાં ચાલી રહેલા મીઠાના અગરોના કાળાકારોબારનો મોટો પર્દાફાશ કર્યો હતો. જે બાદ આજે વિધાનસભાના મળેલા સત્રમાં પ્રથમ દિવસની ચર્ચામાં કચ્છના નાનારણમાં ગેરકાયદે મીઠાના અગરો પણ એક મુદ્દો હતો.

વિધાનસભામાં શું ચર્ચા થઈ?
કચ્છના નાનારણમાં ગેરકાયદે મીઠાના અગરો ચાલતા હોવાનો સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો છે. ઘુડખર અભ્યારણમાં 5 હજાર હેક્ટરમાં મીઠાના અગરો ચાલે છે, અભ્યારણના સર્વે સેટલમેન્ટ અહેવાલ તૈયાર થયો નથી. અહેવાલ તૈયાર ન થતા ગેરકાયદે મીઠાના અગરો સામે કોઈ કાર્યવાહી નહીં. 

VTVએ કર્યો હતો કાળાકારોબારનો પર્દાફાશ
ગુજરાતનું કચ્છ પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિ તથા પોતાની સફેદ રેતીની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતો. પરંતુ સફેદ કચ્છમાં ઘણા નેતાઓ અને અધિકારીઓ ભેગા થઈને કૌભાંડનો કાળો ડાઘ લગાવી રહ્યા હતા . VTV Newsએ કચ્છમાં મીઠાનાં કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. કચ્છમાં મીઠું પકવવાનું ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને મબલખ પૈસા ઘરભેગા કરી રહ્યા હતા. VTV News દ્વારા કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે કચ્છમાં આડેસરથી મુન્દ્રા, સુરજબારીથી નવલખીમાં લાખો એકર જમીન પર અગર માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે. 

તંત્રને કઈ દેખાતું નથી? કે પછી નેતાઓ જ સામેલ હોવાથી આંખ આડા કાન? 
મીઠા માફિયાઓ કચ્છમાં ખૂલેઆમ અભયારણ્ય અને સરકારી જમીનો પર અગર બનાવીને પૈસા કમાઈ રહ્યા છે ત્યારે અધિકારીઓનાં પાપે મીઠા માફિયાઓને ખુલ્લુ મેદાન આપી દેવામાં આવ્યું છે. જોકે માત્ર અધિકારીઓ જ નહીં આ કૌભાંડમાં કેટલાય મોટા નેતાઓના તાર પણ અડતા હોવાના સમાચાર છે. મીઠા માફિયાઓ બેફામ રીતે દાદાગીરી કરે છે, સ્થાનિક ગ્રામજનો તમામ વસ્તુઓ નજરે જોઈ રહ્યા છે અને તંત્ર ચૂપ બેઠું છે. જોકે VTV Newsનાં કારોબારમાં આ સમગ્ર કૌભાંડ કેદ થઈ ગયું છે. 

કઈ જમીનો પર ચાલે છે ગેરકાયદે અગર? 
કચ્છનાં મુંદ્રા, કંડલા અને અંજારમાં વન વિભાગ તથા રેવન્યુ વિભાગની જમીનો પર ગેરકાયદે અગર બનાવી દેવામાં આવ્યા છે. આ સિવાય રાપર, આદેસરના પટ્ટામાં આખે આખા ગામે ગામ ગેરકાયદેસર અગર બનાવી દેવાયા છે. સરકારની જમીનો પર ઉદ્યોગપતિ અને નેતાઓના સગાઓ અગરના માફિયા બનીને અડિંગો જમાવીને બેઠા છે અને સરકારની નજર સામે જ આ બધો કાળો કારોબાર ચાલી રહ્યો છે, સરકાર બોલે પણ કેમ? આ બધુ ફ્રીમાં થોડું ચાલે છે, ઉપર સુધી હપ્તા જાય છે. 

PGVCLનાં અધિકારીઓ કૌભાંડમાં સામેલ હોવાના પૂરાવા, ઉર્જામંત્રી ક્યારે કરશે કાર્યવાહી 
સરકારની જમીનો પર તો ઠીક કચ્છનો કાળો કારોબાર તો ઘૂડખર માટે ફાળવવામાં આવેલ અભ્યારણ્યમાં પણ માફિયાઓ ખૂલેઆમ કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે. VTV જ્યારે કચ્છના નાના રણ વિસ્તારમાં પહોંચ્યું તો જોવા મળ્યું કે જે અભયારણ્યમાં દાખલ થવા માટે પણ સામાન્ય નાગરિકોએ જાતજાતની પરવાનગી લેવી પડે તે અભ્યારણ્યની અંદર જ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. આટલું જ નહીં આ માફિયાઓ પર એવા આશીર્વાદ છે કે ખોટી રીતે મીઠું પક્વતા લોકોને સરકાર જ એટલે કે PGVCL દ્વારા વીજકનેક્શન આપી દેવામાં આવ્યા છે. જે બાદ જાહેર થાય છે કે સરકારી વીજ કંપનીનાં સરકારી બાબુઓ પણ આ કૌભાંડમાં પૂરેપૂરા સામેલ છે. સ્થાનિકોનો આરોપ છે કે લાખો રૂપિયાનાં હપ્તા આપીને ગેરકાયદેસર વીજકનેક્શન લેવામાં આવી રહ્યા છે. એક વીજ કનેકશન માટે 10 થી 30 લાખ રૂપિયા સુધીનો ભાવ બોલવામાં આવે છે અને PGVCLના ઉચ્ચ અધિકારીઓ હપ્તા પણ પહોંચાડવામાં આવે છે. 

ઘૂડખર અભયારણ્યમાં ખુલ્લી દાદાગીરી, VTVએ બતાવ્યા LIVE દ્રશ્યો
આ કૌભાંડ બાદ ઘૂડખરને લઈને પણ સવાલ ઊભા થાય છે કે પ્રવાસનને વધારવા તથા આપણાં વન્ય જીવનને વધારવા માટે બનાવવામાં આવેલ અભ્યારણ્ય પર સરકારનો કોઈ કંટ્રોલ જ નથી. આટલું જ નહીં આ અભ્યારણ્યમાં મસમોટા ટ્રક દાખલ થતાં LIVEમાં કેદ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ