બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / VTV Exclusive Interview with Atul Karwal on Operation Dost in Turkey

VTV SPECIAL / રાતોરાત તમામ જવાનોના પાસપોર્ટ તૈયાર થયા, વહેલી સવારે ત્રણ વાગે ભારતીય એરક્રાફટે ઉડાન ભરી અને શરુ થયું "ઓપરેશન દોસ્ત"

Vishal Khamar

Last Updated: 03:46 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 ફેબ્રુઆરીના રોજ સવારે સવા ચાર વાગ્યાની આસપાસ તુર્કી આખેઆખું હલબલી ઉઠ્યું. 7.8ની ભુકંપની તીવ્રતાએ તુર્કીને ખેદાનમેદાન કરી નાખ્યું.

  • પ્રથમ વખત આંતરાષ્ટ્રીય ઓપરેશનમાં 5 મહિલાઓ જોડાઇ
  • NDRFના ડિરેકટર જનરલ સાથે VTVની વિશેષ વાત
  • ભારતીય જવાને 80 કલાકથી કાટમાળ નીચે દબાયેલી બાળકીને જીવતી બચાવી
  • 152 ભારતીય જવાનો રાતોરાત ઉડ્યા અને તુર્કીઓના દિલ જીતી લીઘા

6 ફેબ્રુઆરીના રોજ સવારે સવા ચાર વાગ્યાની આસપાસ તુર્કી આખેઆખું હલબલી ઉઠ્યું.  7.8ની ભુકંપની તીવ્રતાએ તુર્કીને ખેદાનમેદાન કરી નાખ્યું. અમુક લોકો ઊંઘમાંથી ઉઠ્યા જ નહીં અને જે ઉઠ્યા તો ચારે બાજુ દેખાયા તબાહીના દ્રશ્યો. એવામાં તુર્કીને દુનિયાભરના દેશોની મદદની જરૂર હતી ત્યારે ભારત તેની વ્હારે આવ્યું.
PM મોદી પણ બોલ્યા હતા કે, 'અમે પણ આવી દુ:ખદ ઘટનામાંથી પસાર થઇ ગયા છીએ. અમારી તરફથી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.' એ જ દિવસે સવારથી જ દિલ્હીમાં મિટીંગના ઘમધમાટ શરૂ થઇ ગયા અને PM મોદીએ ગુજરાત કેડરના ઓફિસરના સિરે આ જવાબદારી સોંપી અને નામ આપવામાં આવ્યું 'ઓપરેશન દોસ્ત.' જેઓનું નામ એટલે અતુલ કરવાલ.

અતુલ કરવાલે VTV સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી
તમને જણાવી દઇએ કે, અતુલ કરવાલ હાલમાં NDRFના ડિરેકટર જનરલ છે. 1988ની બેંચના આઇપીએસ ઓફિસર અતુલ કરવાલ ગુજરાતમાં અલગ-અલગ હોદા પર રહી ચૂક્યાં છે. ત્યારે કઇ રીતે અતુલ કરવાલે રાતોરાત આ કમાન સંભાળી અને 'ઓપરેશન દોસ્ત'ની કેવી કામગીરી કરી? તેને લઇને અતુલ કરવાલે VTV સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી હતી. ત્યારે જોઇશું ઓપરેશન દોસ્તની રસપ્રદ વિગત.

અતુલ કરવાલે VTVની વાતચીતમાં જણાવ્યું કે, 'સાત તારીખે સવારથી પીએમ ઓફિસા બેઠકો શરુ થઇ ગઇ હતી.જેમા જેમાં ભારતના વિદેશ મંત્રાલય, રક્ષા મંત્રાલય, NDRF, ગૃહ મંત્રાલય તેમજ એમ્બેસીના લોકો જોડાયા હતા. બેઠકો બાદ પીએમ ઓફિસમાથી આદેશ આવ્યો કે આજના દિવસે જ તમામ તૈયારી કરો અને તાકીદે તુર્કી નીકળવાનુ રહેશે. એક ટીમની રચના કરવામા આવી હતી. ઈન્ડિયન એરફોર્સનું સૌથી વિશાળ અને  C-17 ગ્લોબમાસ્ટર નામનું એરક્રાફ્ટ એક મોટા ઓપરેશન માટે તૈયાર થઈ ગયું હતું, જેનું નામ રાખવામાં આવ્યું 'ઓપરેશન દોસ્ત'. વિમાનમા 152 જવાનોને તમામ તૈયારી કરી મોકલવાની કવાયત વહેલી સવારે આદરી દેવામાં આવી ગર્વ લેવા જેવી વાત એ છે કે સૌ પ્રથમ વખત આ રીતના આંતરાષ્ટ્રીય ઓપરેશનમા ભારતના પ મહિલા જોડાયા. વહેલી સવારે વિમાનામા તમામ માલ સામાન ગોઠવી દેવાનો હતો. જેમા 15 દિવસ ચાલે તેટલો ખાવા પીવાની ચીજ વસ્તું લઇ જવાય. સાથે સાથે ઠંડી ખુબ હોવાથી જરુરી દવા, ઈન્જેક્શન, ફૂડ પેકેટ, એમ્બ્યુલન્સ સહિત ત્રણ કાર તેમજ એક સ્નિફર ડોગને C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં લોડ કરવામાં આવ્યાં. 140 ટન જેટલો સામાન લોડ કરવામા આવ્યો. ત્યાર બાદ પરોઢિયે ત્રણ વાગે એરક્રાફ્ટે ઉડાન ભરી, જેની મંઝિલ હતી ચાર હજાર કિલોમીટર દૂર આવેલું તુર્કીનું અદાના એરપોર્ટ.'

અનેક લોકોને ભારતીય જવાનોએ બચાવ્યા, 80 કલાક બાદ બાળકીને જીવતી બચાવી
અતુલ કરવાલે જણાવ્યું કે ભારતીય જવાનો તુર્કી પહોંચતા જ કામગીરીમાં લાગી ગયા હતા. અનેક લોકોને જવાનોએ કાટમાળમાંથી બહાર કાઢ્યા. કમનસીબે અનેક મૃતદેહો પણ બહાર નીકળ્યાં અને 80 કલાક સુધી એક બાળકી પણ કાટમાળ નીચે દબાયેલી હતી. પરંતુ જવાનની કાબીલેદાદ કામગીરીએ એ બાળકીને જીવિત બહાર કાઢી. જોકે હજુ કેટલા દિવસ જવાનો ત્યાં રોકાશે એ કહેવું કદાચ વહેલું ગણાશે પરંતુ હજુ કામગીરી ચાલુ જ છે.

ઓપરેશન દોસ્ત : જાણો સ્ટેપ બાય સ્ટેપ

  • NDRFના હેડક્વાર્ટરથી ટીમને મિશનની જાણકારી અપાઈ
  • તમામ લોકોના પાસપોર્ટ રાતોરાત તૈયાર થયા.
  • તમામ લોકોના પાસપોર્ટ, અન્ય દસ્તાવેજ તુર્કી એમ્બેસી વિઝાની પ્રક્રિયા માટે મોકલવામાં આવ્યા
  • પછી C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં જરૂરિયાતનો સામાન લોડ કરીને તુર્કી માટે રવાના થઈ
  • પહેલી ટીમ સવારે 11 વાગે અદાના એરપોર્ટ લેન્ડ થઈ
  • બીજી ટીમ સાંજે 8 વાગે ઉર્ફા એરપોર્ટ લેન્ડ થઈ
  • બન્ને ટીમ ગાઝિયાન્ટેપ વિસ્તારમાં રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કર્યું
  • 8 ફેબ્રુઆરીએ સાંજે ત્રીજી ટીમ પણ તુર્કી માટે રવાના થઈ
  • તુર્કી પહોંચેલી ટીમે કોઈપણ બિલ્ડિંગમાં રોકાવાની ના પાડી, બિલ્ડિંગમાં રોકાય તો આફ્ટરશોકમાં નુકસાનનો ખતરો હતો.
  • NDRFની ટીમ ભારતથી લઈ જવાયેલા ટેન્ટમાં જ રોકાઈ છે
  • 15 દિવસ સુધીનું ભોજન પણ ભારતથી જ લઈ ગયા
  • સ્થાનિક તંત્ર પર કોઈ બોજ ન પડે એ પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે
  • સૌથી પહેલી ટીમ માટે 51 લોકોની ટીમ નક્કી થઈ
  • ઓપરેશન દોસ્તને લઇને ભારતભરના લોકો અનુભવી રહ્યાં છે ગર્વ

તુર્કીમાં ભારતે જે રીતે કામગીરી કરી બતાવી છે અને હજુ ચાલુ જ છે તેને લઇ દરેક ભારતીયો ગર્વ અનુભવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ જે રીતે તુર્કીની મદદ કરી છે અને અતુલ અતુલ કરવાલે તમામ કમાન સંભાળી છે. જેના પર માત્ર ભારત દેશ નહી પણ તુર્કીના લોકો પણ સલામ કરી રહ્યાં છે. તુર્કીમાં થતી બચાવની કામગીરી પર આજે પણ પીએમ ઓફિસ નજર રાખી રહી છે ડે ટુ ડે નિયમિત તમામ રિપોર્ટ પીએમ ઓફિસ મોકલવામાં આવી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ