VTV Exclusive Gujarat only one women who have license for gun selling
VIDEO /
ગુજરાતની એક માત્ર હથિયારોની મલિકા ગણાતી સોદાગર મહિલાના જીવનમાં એક ડોકિયું
Team VTV09:15 AM, 19 Nov 20
| Updated: 09:26 AM, 19 Nov 20
હવે એક એવી મહિલા અંગે વાત કરવી છે. જે છેલ્લા 22 વર્ષથી પોતાની પાસે રાખે છે ઘાતક હથિયારો. માત્ર હથિયારો રાખતી જ નથી પરંતુ લોકો સાથે ઘાતક હથિયારની ડીલ પણ કરે છે.. અને તે પણ કાનૂની રીતે. કોણ છે આ બહાદૂર અને કેવી રીતે તે પુરૂષોને આપી રહી છે કાંટાની ટક્કર જુઓ આ રિપોર્ટમાં.
સરકારે હથિયાર વેચલાનું આપ્યું છે લાયસન્સ
22 વર્ષથી ચલાવે છે હથિયારની શોપ
પુરુષોથી કાંઈ કમ નથી મહિલાઓ
જેના હાથમાં ઘાતક હથિયાર છે. એની હિંમત તેની ખુમારી છે. એને હોંસલો તેની ઓળખ છે. તમે જેને જોઈ રહ્યા છો. અને જેને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છો. તેનું નામ દિપ્તિ ત્રિવેદી છે. જે ગુજરાતની એક માત્ર એવી મહિલા છે. જે દારૂગોળો અને શસ્ત્રો વેચવાનું લાયસન્સ ધરાવે છે. જેમ-જેમ સમય બદલાતો જઈ રહ્યો છે. તેમ તેમ મહિલાઓ પુરૂષ સાથે ખભાથી ખભો મિલાવીને કામ કરી રહી છે અને તેનું એક ઉત્તરમ ઉદાહરણ દિપ્તી ત્રિવેદી છે. જેઓ રાજકોટના મહનર પ્લોટ ખાતે પ્રભુ કૃપા વેપન્સથી શસ્ત્રોની શોપ ચલાવે છે. છેલ્લા 22 વર્ષથી તેઓ આ શોપ ચલાવી રહ્યા છે. અને તે પણ તમામ પ્રકારના પરવાના વાળા હથિયાર. 1998માં રાજ્ય સરકાર દ્વારા નારી શક્તિને ઉજાગર કરવા માટે હથિયાર અને દારૂગોળા વેંચાણ તેમજ સર્વિસ માટેનો પરવાનો આપ્યો છે.
દિપ્તિબેનને હથિયાર વેચવા માટેનું લાયસન્સ મળ્યું તે પાછળ આખો એક ઈતિહાસ પણ છે. જે અંગે વાત કરવામાં આવે તો, આઝાદી વખતે રાજકોટનાં ત્રિકોણબાગ ખાતે લાલ સ્ટોર નામની હથિયારની સૌરાષ્ટ્રમાં એક માત્ર દુકાન હતી. જે વર્ષ 1993-94માં બંધ થઇ ગઇ હતી. દિપ્તિબેનનાં પતિ અશોકભાઇ ત્રિવેદી વ્યવસાયે વકિલ છે અને તેની પાસે હથિયારનું લાઇસન્સ હોવાથી દારૂગોળા માટે રાજકોટ બહાર ખરીદી માટે જવું પડતું હતું. ત્યારે દિપ્તિબેને 1998માં તેનાં પતિનાં સહયોગથી સરકારમાં હથિયાર અને દારૂગોળા વેંચાણ માટેની મંજૂરી માંગી હતી..જેમાં સરકારે પણ નારી શક્તિને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતની પ્રથમ મહિલાને દારૂગોળો અને હથિયાર વેંચવા માટેની મંજૂરી આપી હતી. દિપ્તિબેન ત્રિવેદી પાસે હાલમાં એન.પી બોર 100 રીવોલ્વર, એન.પી બોર 100 પિસ્તલ, 200 બાર બોર રાઇફલ, 200 રાઇફલ અને 100 મઝેરબોર સહિત કારતુસ 50 હજાર કરતા વધુનો પરવાનો ધરાવી રહ્યા છે.
22 વર્ષથી હથિયારો સાથે દિપ્તીબેન જાણે રમી રહ્યા છે. જોકે તેમને આ વ્યવસાય પણ કાયદાના દાયરામાં રહીને કર્યો છે. આટલા વર્ષમાં તેમણે હથિયારોની દુનિયામાં મહારથ હાંસિલ કરી લીધી છે.. જોકે આ સાથે જ તેમણે એ પણ બતાવી દીધું છે કે, એક મહિલા ધારે તો પુરૂષથી કાંઈ કમ નથી.. તે પુરૂષની સાથે અને પુરૂષની બરાબર કામ કરવાની તાકાત ધરાવે છે.