vtv exclusive ahmedabad Liquor den gujarat police action
EXCLUSIVE /
IMPACT: VTVએ અમદાવાદ શહેરના દારૂના અડ્ડા અને બુટલેગરોના નામનો કર્યો પર્દાફાશ, પોલીસ કમિશ્રરે તાત્કાલિક આપ્યા તપાસના આદેશ
Team VTV01:14 PM, 05 Dec 21
| Updated: 02:45 PM, 05 Dec 21
અમદાવાદમાં દારૂ અને જુગારની ફરિયાદો વધી રહ્યા છે. અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે VTVએ અમદાવાદમાં ચાલતા જુગારધામ અને દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. VTVના પર્દાફાશ બાદ શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે.
VTV ન્યૂઝના અહેવાલની અસર
દારૂ અને જુગારના અડ્ડાનો VTVએ કર્યો પર્દાફાશ
VTVના અહેવાલ બાદ પોલીસ કમિશનર એક્શનમાં
અમદાવાદમાં દારૂ અને જુગારના અડ્ડાના નેટવર્ક ધમધમે છે. VTV ન્યૂઝે વિસ્તાર અને બુટલેગરોના નામની યાદી જાહેર કરી છે. ક્યા વિસ્તારમાં કોણ વેચી રહ્યું છે દારૂ તેની વિગતો જાહેર કરી છે. VTV ન્યૂઝના અહેવાલ બાદ શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્ત તપાસના આદેશ આપ્યા છે. જુદા જુદા વિસ્તારમાં પોલીસ તપાસ કરશે. બુટલેગર અને વહીવટદારને લઇને તપાસ થશે.
VTVએ મોટા બુટલેગરો અને જુગારધામનો કર્યો પર્દાફાશ
અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં દારૂના અડ્ડા અને જુગારધામ ધમધમી રહ્યા છે. જેમાં સાબરમતીમાં બાબુનો જુગારધામ ધમધમી રહ્યો છે.
અમદાવાદમાં ક્યાં ક્યા છે દારૂના અડ્ડા અને જુગારધામ?
રાણીપમાં લાખાભાઇનો મોટો વિદેશી દારૂનો અડ્ડો છે. ગોમતીપુરમાં મુસ્તાક બાબા કાલિયા, મુકેશ મારવાડી બેફામ જુગારના અડ્ડા ચલાવે છે. જુહાપુરાનો સાજીદ નામનો બુટલેગર નારોલ, વટવા, ઇસનપુર, વટવા GIDC, દાણીલિમડામાં દેશી દારૂ સપ્લાય કરે છે. શાહપુરમાં લાલાનો વિદેશી દારૂનો અડ્ડો છે. જ્યારે નારોલમાં મિથુનનો વિદેશી દારૂનો અડ્ડો અને તખુંનો દેશી દારૂનો અડ્ડો ચાલે છે.
દાણીલીમડામાં સિરાજ કાઝીનો વિદેશી દારૂનો મોટો અડ્ડો છે. જ્યારે કાગડાપીઠમાં નરેશ મારવાડી વિદેશી દારૂનો અડ્ડો ચલાવે છે. ઇસનપુરમાં મંજુ, રણજીત દેશી દારૂ તેમજ જુગારનો અડ્ડો ધમધમે છે. રખિયાલમાં પમ્મીનો વિદેશી દારૂનો મોટો અડ્ડો ચાલે છે. જ્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદમાં કમલેશ અને સકરી ડોશી દેશી દારૂ વેચે છે. તો શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા બુટલેગરનો દબદબો છે. લીલા સહિત બે મહિલા બુટલેગર દારૂના અડ્ડા ચલાવે છે.
જ્યારે વટવા અને વટવા GIDC પોલીસ સ્ટેશન પાસે ચાલતા દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યાં છે. અને ખોખરામાં પણ ચાલી રહ્યાં છે દેશી અને વિદેશી દારૂના અડ્ડા ચાલે છે. ઓઢવમાં રાજુ ઠુઠિયા દેશી દારૂનો અડ્ડો ચલાવે છે. નિકોલ અને નરોડામાં વિદેશી અને દેશી દારૂના અડ્ડા આવેલા છે. અને સરદારનગરમાં સોનુનો વિદેશી દારૂનો અડ્ડો ચાલે છે. સોલા વિસ્તારમાં પણ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ચાલે છે.
સળગતા સવાલ
ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે રાજ્યમાં બેફામ દારૂના અડ્ડા ચાલે છે છતા કાર્યવાહી કેમ નથી થતી? શું રાજ્યમાં કાગળ પર જ દારૂબંધી છે? શું અમદાવાદની પોલીસને દારૂના અડ્ડાઓ વિશે માહિતી નથી? પોલીસને બુટલેગરો દ્વારા મળતી મલાઇમાં જ રસ છે? પોલીસ બુટલેગરો પર કડક કાર્યવાહી કેમ નથી કરતી? પોલીસ સ્ટેશન પાસે જ દારૂના અડ્ડા ધમધમે છે અને પોલીસ અજાણ છે? અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં દારૂ વેચાય છે અને પોલીસ અજાણ છે? બેફામ દારૂ વેચતા બુટલેગરોને પોલીસનો કોઇ ડર જ નથી? વર્ષમાં એક ડ્રાઇવ કરી પોલીસ બુટલેગરો પર કાર્યવાહી કરવાનું નાટક જ કરે છે? બુટલેગરોના નામ સાથે માહિતી છે છતા કાર્યવાહી કેમ નહીં? પોલીસ પાસે માહિતી ના હોય તો અમે આપીએ છીએ કાર્યવાહી તો કરો. પોલીસ નાનામોટા લોકોને દારૂ સાથે પકડી કાર્યવાહી કરવાનું નાટક કરે છે? દારૂ લઇને જતા લોકોને પકડી કાર્યવાહી કરી આંકડા વધારે છે પોલીસ? દારૂ ક્યાંથી લાવ્યા અને કોણ વેચે છે તેમાં પોલીસને રસ જ નથી?