હાઇપ્રોફાઇલ વૃષ્ટિ -શિવમ કેસમાં પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. વૃષ્ટિ-શિવમ બન્ને સહીસલામત અમદાવાદ પહોંચ્યા. તેમની ચિંતાનો અંત આવ્યો છે. બન્ને મેડીટેશન માટે કુલ્લુ ગયા હોવાનું મનાય છે. પોલીસે વૃષ્ટિનાં નામે આવેલાં ઇ-મેઇલથી આ કેસને ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ બન્નેને સહીસલામત લાવવામાં સફળ રહી છે.
વૃષ્ટિ- શિવમ મેડીટેશન માટે ગયા હોવાનું મનાંય છે
બન્નેએ કયાં કારણોસર ઘર છોડ્યું હતું અને ક્યાં ગયા હતાં તે જાણવાનો પોલીસ પ્રયાસ કરશે
આટલાં દિવસ તેઓ ક્યાં ક્યાં રહ્યાં તે જણવાને પ્રયાસ પોલીસ દ્વારા કરાશે
કુલ્લુ મેડીટેશન માટે ગયા હતાં
વૃષ્ટિ-શિવમને અન્ય રાજ્યમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમને કેસમાં મળી સફળતા. તેમને હાલ પરિવાર સાથે મિલન કરાવ્યાં બાદ પોલીસ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરશે. વૃષ્ટિ-શિવમનાં મળી જવાથી લોકોની ઉત્તસુક્તાનો અંત આવ્યો છે. બસ હવે જોવાનું રહ્યું સુખી સમંપન્ન પરિવારનાં વૃષ્ટિ - શિવમ કેમ ઘર છોડીને જતાં રહ્યાં હતાં. તેઓ આટલા દિવસ ક્યાં હતાં. સૂત્રોનાં જણાવ્યાંનું સાર તેઓ કુલ્લુમાં આવેલા મેડીટેશન સેન્ટરમાં મેડિટેશન માટે ગયાં હતાં. જ્યારે કસોલમાં તેઓ નેચરને માણવા ગયાં હતાં.
વૃષ્ટિ- શિવમ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં
વૃષ્ટિ -શિવમ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી. વૃષ્ટિ- શિવમના પરિવારજનો બન્ને સંતાનોને જોઇ ભાવુક થયાં. વૃષ્ટિ - શિવમ પરિવારજનોને ગળે મળ્યાં. પોલીસ અને પરિવારજનો સાથે વૃષ્ટિ- શિવમ ઘર તરફ રવાના થયાં. સાંજે ક્રાઇમ બ્રાન્ચ વૃષ્ટિ- શિવમ ક્યાં હતાં. તે અંગે પ્રેસકોન્ફરન્સમાં કરશે ખુલાશો.
વૃષ્ટિનાં ઇ-મેઇલથી પોલીસને તપાસમાં મદદ મળી
પોલીસે હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરભારતનાં રાજ્યોમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે મેડીટેશન સેન્ટર અને આશ્રમો તથા અનેક જગ્યાએ બન્નેને શોધ્યાં હતાં. સૂત્રોનાં જણાવ્યાંનું સાર શિવમ ઓશોમાં માનતો હોવાથી શિવમની માતાએ પોલીસને ઓશોનાં સેન્ટરોને પણ તપાસવાનું કહ્યું હતું. જેથી આ એક ક્લું અને વૃષ્ટિનાં ઇ- મેઇલથી પોલીસને તેમને શોધવામાં ઘણી મદદ મળી છે. જ્યારે જોવાનું રહ્યું કે આ બન્ને જણાં ક્યાં હતાં.