બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ પેટા ચૂંટણીનું મતદાન શરૂ, ગુલાબસિંહ અને માવજી પટેલ નહીં આપી શકે વોટ
Last Updated: 07:06 AM, 13 November 2024
રાજ્યમાં વાવ બેઠક પર આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે...લોકસભા બાદ ચૂંટણીની ગરમાગરમી બાદ વાવ બેઠકની જાહેરાતથી લઇને વાવ બેઠકનો પ્રચાર સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો...પૂર્વ ધારાસભ્ય ગેનીબેનના સાંસદ તરીકે ચૂંટાયા બાદ વાવ બેઠક ખાલી થઇ હતી..ત્યારે વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ મેદાને છે..આજે વાવ વિધાનસભાના 3 લાખ 10 હજાર 681 મતદારો પોતાનો ઉમેદવાર ચૂંટવા મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે..તેવામાં આજે વહેલી સવારથી વાવના તમામ મતદાન કેન્દ્રોમાં મતદારોની ભીડ જોવા મળી રહી છે....ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ભાભર તાલુકાના બિયોક ગામે મતદાન કરવાના છે...જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને કોંગ્રેસ ઉમેદાવર ગુલાબસિંહ રાજપૂત મતદાન નહીં કરી શકે ...કારણ કે બન્ને ઉમેદવારોનો વિધાનસભા ક્ષેત્ર વાવ નહીં પણ થરાદ છે..
ADVERTISEMENT
179 ગામોના 321 બુથો પર મતદાન
બનાસકાંઠા તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને લઈ અડીખમ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવ વિધાનસભા બેઠકના વાવ,સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બુથો પર મતદાન થવા જઈ રહ્યો છે. વાવ વિધાનસભાના 3,10,681 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અહીં 1 લાખ 61 હજાર 296 પુરુષ મતદારો તો 1 લાખ 49 હજાર 487 મહિલા મતદારો છે.
ADVERTISEMENT
1500 પોલીસ સુરક્ષા કર્મીઓ ખડેપગે
મતદાન પ્રક્રિયાને લઇ 1500 પોલીસ સુરક્ષા કર્મીઓ ખડેપગે છે. 4 ડીવાયએસપી, 8 પીઆઇ અને 30 પીએસઆઇ સહીત પોલીસ કર્મીઓ ખડેપગે છે. 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્તનિ સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત છે. આજે વાવ વિધાનસભા વિસ્તારના મતદારો લોકશાહીનું પર્વ છે
કોણ છે ગુલાબસિંહ રાજપૂત?
ગુલાબસિંહ રાજપૂતને વારસામાં રાજકારણ મળ્યું છે. ગુલાબસિંહના દાદા હેમાભાઈ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહીં ચૂક્યા છે. ગુબસિંહને કોંગ્રેસ સાથે વર્ષો જૂનો સંબંધ છે. 2019માં પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. તો કોંગ્રેસ અને NSUIમાં પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યું છે. ગેનીબેનને ચૂંટણીમાં જીતાડવામાં ગુલાબસિંહનો મોટો ફાળો રહ્યો છે. નતાની વચ્ચે સતત સક્રિય છે
કોણ છે સ્વરૂપજી ઠાકોર?
સ્વરૂપજી ઠાકોર 2022ની વિધાનસભા ચૂંટણીમાં લડ્યા હતા. ગેનીબેન ઠાકોર સામે 15,601 મતથી હાર થઈ હતી. 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. 2012માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયા હતાં. 2012-2014 સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાના પ્રમુખ તરીકે સેવા આપી તો 2014થી અત્યાર સુધી ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે
કોણ છે માવજી પટેલ?
ચૌધરી સમાજના આગેવાન માવજી પટેલ છે. 1990માં વાવ બેઠક પ્રથમ વખત જનતા દળ તરફથી ચૂંટણી લડ્યા હતાં. 1990માં કોંગ્રેસના પરબત પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતાં. 1998માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડતા હારનો સામનો કરવો પડ્યો હતો. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલ સામે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતાં. અપક્ષ ઉમેદવાર તરીકે હારનો સામનો કરવો પડ્યો હતો. 2012માં થરાદ બેઠક પર ચૂંટણી લડતા હાર થઈ હતી
વાવ બેઠકના જાતિગત સમીકરણ
ઠાકોર- 27.4 ટકા
ચૌધરી પટેલ- 16.3 ટકા
દલિત- 11.9 ટકા
બ્રાહ્મણ- 9.1 ટકા
રબારી- 9.1 ટકા
વાવ બેઠકનો રાજકીય ઈતિહાસ
1998- કોંગ્રેસના હેમાજી રાજપૂતની જીત
2002- કોંગ્રેસના હેમાજી રાજપૂતની જીત
2007- ભાજપના પરબત પટેલની જીત
2012- ભાજપના શંકર ચૌધરીની જીત
2017- કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત
2022- કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત
2022ની ચૂંટણીમાં કોને કેટલા મત?
ગેનીબેન ઠાકોર(કોંગ્રેસ)- 45.26%
સ્વરૂપજી ઠાકોર(ભાજપ)- 38.37%
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના આ છે ડાયરેક્ટર્સ, મેડિકલ માફિયાઓએ આવી રીતે આપ્યું દર્દીઓને મોત
વાવ બેઠકમાં કેટલા મતદાર?
કુલ મતદાર- 3.08 લાખ
પુરૂષ મતદાર- 1.61 લાખ
મહિલા મતદાર- 1.47 લાખ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વૃદ્ધોને મળશે રાહત / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.