ચૂંટણી / દીદીના બંગાળમાં વોટિંગ દરમિયાન ઘર્ષણ , BJPનો આરોપ- TMCના લોકો બૂથ લૂંટવાની કોશિષમાં લાગ્યા

Voting during voting in Bengal, BJP accused - TMC people have been robbed of booths

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું આજે 11 રાજ્યોની 95 સીટો પર વોટિંગ ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળની પણ 3 સીટો પર વોટિંગ ચાલી રહ્યું છે. બંગાળના જલપાઇગુડી, દાર્જીલિંગ, અને રાયગંજ સીટ પર મતદાન થઇ રહ્યું છે. વોટિંગ દરમ્યાન રાયગંજથી હિંસાના સમાચાર આવ્યા છે. રાયગંજના ચોપરાની બુથ સંખ્યા 159 પર હોબાળો થયો છે. અહીં ભાજપ કાર્યકર્તાઓનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓએ મહિલાઓને વોટ આપતા રોકયા. ત્યારબાદ ભડકેલા લોકોએ હાઇવે જામ કરી દીધો. પોલીસે હાઇવે ખોલવા માટે ભીડ પર લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસ છોડ્યા.

બ્રેકિંગ ન્યૂઝ