બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / વિશ્વ / volunteer in oxford astrazeneca coronavirus vaccine third phase trial dies in brazil
Last Updated: 08:04 AM, 22 October 2020
ADVERTISEMENT
ફેડરલ યુનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝિલમાં કોરોનાની રસી AZD222નું ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું હતુ. યુનિવર્સિટીએ આ જાણકારી આપી છે કે જે વોલેન્ટિયરનું મોત થયું છે તે બ્રાઝિલનો હતો. બ્લૂમબર્ગના જણાવ્યાનુંસાર તે 28 વર્ષીય ઉમેદવારને રસી આપવામાં આવી નહોંતી. Anvisaએ કહ્યું કે આ ઘટના બાદ પણ રસીનું ટ્રાયલ ચાલતુ રહેશે. પરંતુ આ અંગે વધારે જાણકારી આપવામાં આવી નથી. ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું કે રસીની સુરક્ષાને લઈને કોઈ ચિંતા કરવા જેવી નથી.
ADVERTISEMENT
આ પહેલા બ્રિટનમાં રસી ટ્રાયલ દરમિયાન એક વોલેન્ટિયરની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. આ બાદ દુનિયાભરમાં ટ્રાયલ રોકી દેવામાં આવ્યું હતુ. આ બાદ અમેરિકાને બાદ કરીને તમામ જગ્યાએ ફરી ટ્રાયલ શરુ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકામાં FDA સેફ્ટીના ડેટા રિવ્યુ કર્યા બાદ ટ્રાયલ ફરી શરુ કરશે. ત્યારે ફરી સવાલ ઉઠી રહ્યા છે કે બ્રાઝિલની ઘટના બાદ શું પગલા ભરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.