બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / વિશ્વ / volodymyr zelensky says putin could use nuclear weapons in war

RUSSIA V/S UKRAINE / દુનિયાભરના દેશો તૈયાર રહે: યુદ્ધને લઈ ઝેલેન્સ્કીની અત્યાર સુધીની સૌથી ભયંકર ચેતવણી, ટેન્શન વધ્યું

Pravin

Last Updated: 11:48 AM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દુનિયાના તમામ દેશોએ આ સંભાવના માટે તૈયાર રહેવુ જોઈએ કે, પુતિન યુક્રેન વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

  • રશિયા યુક્રેન જંગ વચ્ચે 52 દિવસ વિત્યા
  • યુક્રેનના રાષ્ટ્રપતિએ કહી આ મોટી વાત
  • કીવ પર થઈ શકે છે મોટો હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને હવે 52 દિવસ વિતી ચુક્યા છે. કેટલાય વિસ્તારમાં રશિયાના સૈનિકોએ પાછીપાની કરી છે, તો અમુક જગ્યાએ ભીષણ હુમલાથી તબાહી પણ જોવા મળી છે. હવે આ યુધ્ધ પર પરમાણુ હથિયારોના ઉપયોગનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેની ચેતવણી અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ પણ આપી ચુકી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દુનિયાના તમામ દેશોએ આ સંભાવના માટે તૈયાર રહેવુ જોઈએ કે, પુતિન યુક્રેન વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. 

ઝેલેંસ્કીની ચિંતા, રશિયા કરી શકે છે પરમાણુ હુમલો

ઝેલેંસ્કીએ એક ઈન્ટરવ્યૂમાં આ ચેતવણી આપી હતી. કીવમાં રાષ્ટ્રપતિ કાર્યાલયથી ઝેલેંસ્કીએ શુક્રવારે કહ્યું હતું કે, પુતિન પરમાણુ અથવા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. કારણ કે, તેમના માટે યુક્રેનના લોકોની જીંદગીની કોઈ કિંમત નથી. ફક્ત હું નહીં, સમગ્ર દુનિયા, તમામ દેશોએ પણ ચિંતિત થવું જોઈએ, કારણ કે આ ફક્ત એક સચોટ જાણકારી જ નથી, પણ સત્ય હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આપણે વિચારવું જોઈએ કે, અમે ડરીશું નહીં, પણ આપણે તૈયાર રહેવું પડશે.

સવાલ ખાલી અમારો નથી, સમગ્ર દુનિયાનો છે

ઝેલેંસ્કીએ કહ્યું કે, આ સવાલ ફક્ત યુક્રેનનો જ નથી, પણ સમગ્ર દુનિયાનો છે. વાતચીતમાં યુક્રેની રાષ્ટ્રપતિએ હાલમાં જ ડૂબેલા રશિયાઈ જહાજથી લઈને પોતાના સૈનિોના મોતનો ઉલ્લેખ કર્યો છે. 50થી વધારે દિવસની લડાઈ બાદ પણ યુક્રેનની રાજધાની કીવ ઝેલેંસ્કી સરકારના કંટ્રોલમાં છે. આકરા પ્રતિબંધોના કારણે કેટલાય મુખ્ય યુક્રેની શહેર હજૂ પણ રશિયાના કબ્જામાં આવ્યા ન થી. અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે, જો પુતિન આ યુદ્ધમાં નબળા દેખાશે તો, યુક્રેનમાં પરમાણુ હુમલાનો ઉપયોગ કરી શકે છે. 

રશિયાના રક્ષામંત્રાલયે આપી દીધી ચેતવણી

અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએના ડાયરેક્ટર બિલ બર્ન્સે ગુરૂવારે કહ્યું કે, સીઆઈએ સંભાવનાઓ ખૂબ જ નજીકથી જોઈ રહ્યું છે. રશિયા બ્લેક સી ફ્લેગશીપ મોસ્કોવના ડૂબ્યા બાદ રશિયાના મીડિયાએ દાવો કર્યો હતો કે, દુનિયામાં ત્રીજુ યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. રશિયાના સરકારી મીડિયાએ યુદ્ધપોતના ડૂબવાને લઈને પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા છે. આ જહાજ ડૂબ્યા બાદ રશિયાના રક્ષામંત્રાલયે ચેતવણી આપી છે કે, તે આવનારા દિવસમાં કીવ પર મિસાઈલ હુમલા કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ