રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે વોડાફોને એક સસ્તો પ્લાન રજૂ કર્યો છે જેની વેલીડિટી 28 દિવસની છે અને તેમા અનલિમિટેડ કોલિંગ મળશે. વોડાફોને 159 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન બજારમાં રજૂ કર્યો છે જેમાં 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડાટા મળશે.
આ પ્લાનમાં રોજ 250 મિનિટ અને સપ્તાહમાં 1 000 મિનિટનું તમામ નેટવર્ક પર કોલિંગ મળશે. ખાસ વાત એ છે કે જો તમારી પાસે 3G મોબાઈલ છે તો પણ તમે આ પ્લાનને રિચાર્જ કરી શકો છો. ટેલિકોમટોક ની રિપોર્ટ પ્રમાણે હમણા મુંબઈ ગુજરાત ચેન્નઈ અને આંધ્રપ્રદેશ સર્કલમાં હાજર નથી. આ પ્લાનમાં રોજ 100 SMS મળશે.
વોડાફોનના આ પ્લાનની સીધી ટક્કર જિયોના 149 રૂપિયા વાળા પ્લાન સાથે થશે જેમાં 28 દિવસ સુધી રોજ 1GB ડાટા અને અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં પણ રોજ 100SMS મળે છે. આ ઉપરાંત જિયો એપ્સનું સબ્સક્રિપ્શન મળશે.
જણાવી દઈએ કે વોડાફોને શુક્રવારે પણ ત્રણ નવા પ્રિપેડ પ્લાન રજૂ કર્યા છે. જેમાં 209 રૂપિયા 479 રૂપિયા અને 529 રૂપિયાના પ્લાન શામેલ છે. વોડાફોનના આ પ્લાનની વેલિડિટી ક્રમશ: 28 દિવસ 84 દિવસ અને 90 દિવસની છે. તમામ પ્લાનમાં રોજ 1.5GB ડાટા અને અનલિમિટેડ કોલિંગ મળે છે અને રોજ 100 SMS મળે છે.