બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:10 PM, 15 January 2025
વોડાફોન આઈડિયા લિમિટેડે ડિસઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે. ઓમેગા ટેલિકોમ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે કંપની 0.40 ટકા ઇક્વિટી શેરહોલ્ડિંગ ધરાવતી હતી, તેણે પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા વોડાફોન આઈડિયા કંપનીના 1,084,594,607 ઇક્વિટી શેર હસ્તગત કર્યા છે. બુધવાર 15 જાન્યુઆરી 2025 ના રોજ, શેરના ભાવ 4% વધીને 8.59 રૂપિયા પર ટ્રેડ થયો હતો.
ADVERTISEMENT
તેવી જ રીતે, ઉષા માર્ટિન ટેલિમેટિક્સ લિમિટેડ, જેની પાસે કંપનીમાં 0.13% ઇક્વિટી શેરહોલ્ડિંગ હતું, તેણે વોડાફોન આઈડિયા કંપનીના પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા 608,623,754 વધારાના ઇક્વિટી શેર ખરીદ્યા. જાન્યુઆરી 2025માં વોડાફોન આઈડિયાના શેરમાં અત્યાર સુધીમાં 2%નો વધારો થયો છે.
ADVERTISEMENT
બ્રોકરેજ ફર્મે શું કહ્યું?
બ્રોકરેજ ફર્મે વોડાફોન આઈડિયાના શેર માટે 13 રૂપિયાના લક્ષ્ય ભાવ સાથે બાય રેટિંગ આપ્યું છે. આનો અર્થ એ થયો કે ટાર્ગેટ પ્રાઇસ વર્તમાન સ્તરથી 60 % વધારે છે. ડિસેમ્બર 2018 માં કેન્દ્ર સરકારે બેંક ગેરંટી માફ કર્યા પછી વોડાફોન આઈડિયાને મોટી રાહત મળી છે.
વધુ વાંચો: ગૌતમ અદાણીની નેટવર્થમાં જોરદાર ઉછાળો, છેલ્લા 24 કલાકમાં જ રૂ. 6,46,29,31,95,000ની તેજી જોવા મળી
કેટલું વળતર આપ્યું?
છેલ્લા પાંચ દિવસમાં વોડાફોન આઈડિયાના શેરમાં 1.63 %નો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં શેરમાં 1.25%નો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં શેરમાં 51.50% ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 50.97%નો ઘટાડો થયો છે. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં, શેરે 79.78% વળતર આપ્યું છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.