Vodafone Idea Seeks To Increase Mobile Services Rates Seven Times From April 1
અસર /
વોડાફોન ગ્રાહકો માટે પડતા પર પાટુ જેવો હાલ, આટલા મોંઘા થઈ શકે છે પ્લાન
Team VTV09:01 AM, 28 Feb 20
| Updated: 10:03 AM, 28 Feb 20
કંપનીએ કહ્યું છે કે આ નવા દર 1 એપ્રિલથી અમલમાં લાવવામાં આવવા જોઈએ. જેથી તે AGRનું દેવું ચૂકવવા અને તેના વ્યવસાયને કાર્યરત કરવા માટે સક્ષમ બને. વોડા આઇડિયાએ મોબાઇલ ડેટા માટે ઓછામાં ઓછી 35 રૂપિયા પ્રતિ GBની માગ કરી છે.
કંપની પર 53000 કરોડ રૂ.નું AGRનું દેવું
વોડા આઈડિયાએ મોબાઈલ ડેટા 35 રૂપિયા GB કરવાની માગ
દર મહિને નક્કી કિંમત સિવાય કોલ રેટ 6 પૈસા કરવાની માગ
શક્ય છે કે આવનારા દિવસોમાં વોડાફોન આઈડિયા યૂઝર્સને પોતાની સર્વિસ ચાલુ રાખવા માટે 7-8 ગણી વધારે કિંમત ચૂકવવી પડે. વોડા આઈડિયાએ મોબાઈલ ડેટા કિંમત વધારીને 35 રૂપિયા GB નક્કી કરવાની માંગ કરી છે. જે હાલની કિંમત કરતાં 7 કે 8 ગણી વધારે છે. કંપનીએ તેની સાથે એક નક્કી માસિક કિંમતની સાથે કોલ સેવાઓને પણ 6 પૈસા પ્રતિ મિનિટ કરવાની પણ માગ કરી છે.
1 એપ્રિલથી નવી કિંમતો લાગૂ કરવાની માંગ
કંપનીએ કહ્યું છે કે તેને એજીઆરનું દેવું ચૂકવવા માટે અને વ્યવહારને ફરી પાટા પર લાવવા માટે આ યોજના લાગૂ કરવી પડે તેમ છે. મળતી માહિતી અનુસાર કંપનીએ AGR પાસે નાણાં ચૂકવવા માટે 18 વર્ષનો સમય માંગ્યો છે. સાથે કંપનીએ કહ્યું છે કે તેને વ્યાજ અને દંડ ભરવા માટે પણ 3 વર્ષની છૂટ આપવામાં આવે.
53000 કરોડ રૂપિયાનું AGR બાકી
કોર્ટના આદેશ અનુસાર વોડાફોન આઈડિયા પર લગભગ 53000 કરોડ રૂપિયાનું AGR બાકી છે. કંપનીએ દૂર સંચાર વિભાગને લગભગ 3500 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. વોડાફોન આઈડિયાએ કંપની ચાલુ રાખવા માટે સરકાર પાસે અનેક માગ કરી છે. કંપની ઈચ્છે છે કે 1 એપ્રિલથી મોબાઈલ ડેટા કિંમતનું 35 રૂપિયા GB અને 50 રૂપિયા માસિક કનેક્શન કિંમત નક્કી કરવામાં આવે. આ માગ ઘણી મુશ્કેલ છે અને સાથે તેને માનવી તે પણ સરકાર માટે સમસ્યા છે.
કોલ રેટ 6 પૈસા કરવાની માગ
મળતી માહિતિ અનુસાર કોલ સેવાઓને માટે પણ 6 પૈસાની કિંમત વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. કંપનીએ આ માગ એવા સમયે કરી છે જ્યારે તે છેલ્લા 3 મહિનામાં તેની સેવાઓમાં 50 ટકાનો વધારો કરી ચૂકી છે. કંપનીના અનુસાર મોબાઈલ કોલ અને ડેટાની કિંમતમાં વધારો કરવાથી તેમને મદદ મળશે.
દંડ ભરવા માટે 3 વર્ષની છૂટની માગ
કંપનીએ કહ્યું છે કે તેને ફરી પોતાના સ્થાને આવવા માટે 3 વર્ષનો સમય લાગશે. આ કારણે તેણે એજીઆરના દંડ અને વ્યાજને ભરવા માટેના સમયમાં 3 વર્ષની છૂટ માંગી છે.