બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Vodafone idea prepaid users service will be closed for few hours

તમારા કામનું / Voda-Ideaના ગ્રાહકો માટે મોટા સમાચાર, 22 જાન્યુઆરીએ બંધ થઈ જશે આ સર્વિસ, તાબડતોબ જાણો

Vaidehi

Last Updated: 07:31 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vi કંપનીએ પોતાના પ્રીપેઈડ ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યો છે જેમાં કંપની 13 કલાકો સુધી સર્વિસ બંધ રહેવાનું એલાન કરી રહી છે.

  • Vi કંપનીનાં ગ્રાહકો માટે અગત્યના સમાચાર
  • પ્રીપેડ સર્વિસ 13 કલાલ સુધી બંધ રહેશે
  • 22 જાન્યુઆરીનાં રાત્રે 8 વાગ્યાથી બંધ કરવામાં આવશે

દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન- આઈડિયાનાં ગ્રાહકો માટે મોટી ખબર છે. કંપની પહેલી પણ વધુ ભારે દેવાનો સામનો કરી રહી છે. હવે કંપનીએ પોતાના પ્રીપેડ ગ્રાહકોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. કંપની પોતાના ગ્રાહકોને મેસેજ મોકલીને જણાવી રહી છે કે તેમની પ્રીપેડ સર્વિસ 13 કલાલ સુધી બંધ રહેશે. આ સર્વિસ રાત્રે 8 વાગ્યાથી બંધ થશે જે દરમિયાન ગ્રાહકો ફોનનો રિચાર્જ નહીં કરી શકે.

13 કલાકો સુધી બંધ રહેશે સર્વિસ
કંપની પોતાના તમામ પ્રીપેડ ગ્રાહકોને આ મેસેજ મોકલી રહી છે જેમાં લખ્યું છે કે પ્રીપેડ રિચાર્જ સુવિધા 22 જાન્યુઆરીનાં રાત્રે 8 વાગ્યાથી બંધ કરવામાં આવશે. આ સર્વિસ 13 કલાકો માટે બંધ રહેશે અને બીજો દિવસ એટલે કે 23 જાન્યુઆરીનાં સવારે 9:30 વાગ્યે શરૂ થશે. કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સને આ મેસેજ તેમના મોબાઈલ પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં મોકલ્યાં છે. કંપની ઈચ્છે છે કે આ દરમિયાન એકપણ ગ્રાહકને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

મંદીનો સામનો કરી રહી છે કંપની?
વોડાફોન -આઈડીયા ભારે દેવાનાં બોજમાં ડૂબી રહી છે. કંપનીની આર્થિક સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. એટલું જ નહીં કંપની પોતાના લાયસેન્સ ફીઝ ચૂકવવામાં પણ અસફળ રહી છે. કંપનીને લાયસેન્સ ફીઝનાં 780 કરોડ રૂપિયા ચૂકવવાનાં બતાં પરંતુ વોડાફોન-આઈડિયા માત્ર 78 કરોડ રૂપિયાની જ ચૂકવણી કરી શકી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Prepaid Users Vodafone Idea એલર્ટ ટેલિકોમ કંપની Vodafone idea prepaid users
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ