વોડાફોન દ્વારા હવે કેટલાક યુઝર્સને 2 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. આ ફ્રી બેનિફિટ્સ ગ્રાહકોને સાત દિવસની વેલિડિટી સાથે ઓફર કરવામાં આવી રહ્યું છે. એવામાં ગ્રાહકોને કુલ 14 જીબી ડેટાનો ફાયદો મળી રહ્યો છે.
વોડાફોને ગ્રાહકોને આપી ભેટ
કંપની ફ્રીમાં આપી રહી છે 14 જીબી ડેટા
આ ઓફરમાં ગ્રાહકોને ફ્રી કોલિંગ પણ મળશે
ટેલિકોમ ઓપરેટર દ્વારા આ નવી ઓફર માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવી રહ્યો. ગ્રાહકોને આ ફાયદા વર્તમાન પ્લાન પર જ આપવામાં આવી રહ્યાં છે. કંપની રેન્ડમલી ડેટા અને કોલિંગ બેનિફિટ્સ ગ્રાહકોને આપી રહી છે. જેને વોડાફોન અને આઈડિયા કનેક્શન દ્વારા 121363 ડાયલ કરીને ચેક કરી શકાય છે.
જો તમે એલિજિબલ હશો તો તમને એક એસએમએસ મળશે. જેમાં અપટેડને કન્ફર્મ કરતા એક મેસેજ લખ્યો હશે કે, લોકડાઉનનો કંટાળો દૂર કરવા માટે વોડાફોન તરફથી આ સ્પેશિયલ ગિફ્ટ છે.
જો તમે એલિજિબલ નહીં હોય તો તમને એક વોઈસ મેસેજ દ્વારા જણાવી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ ઓફરને લઈને ઘણાં યુઝર્સે ટ્વિટ પણ કરી હતી. જોકે, આ ઓફર માટે કંપની તરફથી કોઈ ઓફિશિયલ જાણકારી રજૂ કરવામાં આવી નથી.
એક ખાનગી પબ્લિકેશનની રિપોર્ટ મુજબ, ચેન્નઈ, કોલકાતા, નવી દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ સર્કલમાં આઈડિયાના ગ્રાહકોને એડિશનલ 2 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. આ સર્કલોમાં પણ માત્ર સિલિક્ટેડ યુઝર્સને જ આ ઓફરનો ફાયદો મળી રહ્યો છે.
આ પહેલાં જિયોએ પણ જિયો ડેટા પેક રજૂ કર્યો હતો અને રેન્ડમ યુઝર્સને એડિશનલ 2 જીબી ડેટા આપવાનું શરૂ કર્યું હતું. આ પેકની વેલિડિટી 4 દિવસની રાખવામાં આવી હતી.