ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાએ લોકડાઉન દરમિયાન તેના ગ્રાહકોને જોરદાર ઝટકો આપ્યો છે. કંપનીએ દેશના 8 સર્કલમાં ડબલ ડેટા ઓફર આપતા પ્લાન બંધ કરી દીધા છે. કંપનીએ ગયા મહિને 249 રૂપિયા, 399 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાનમાં ડબલ ડેટા ઓફરની શરૂઆત કરી હતી. આ પ્લાનમાં યુઝર્સને 1.5 જીબી ડેટા મળતો હતો અને ડબલ ડેટા ઓફરમાં 3 જીબી ડેટા મળતો હતો.
વોડાફોનના ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
કંપનીએ લોકડાઉનમાં આ પ્લાન કર્યા બંધ
હવે ગ્રાહકોને નહીં મળે આ ઓફરનો લાભ
રિપોર્ટ મુજબ, વોડાફોન-આઈડિયાએ સૂચના આપી છે કે, આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવા, ઉત્તર પૂર્વ, પંજાબ અને ઉત્તર પ્રદેશ (પશ્ચિમ)ના યુઝર્સને હવે ડબલ ડેટા ઓફર નહીં મળે.
249 રૂપિયાનો પ્લાન
ડબલ ડેટા ઓફર હેઠળ યુઝર્સને આ પ્લાનમાં રોજ 3 જીબી ડેટા મળતો હતો, પણ હવે આ પ્લાનમાં 1.5 જીબી જ ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં પહેલાંની જેમ જે અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસની સુવિધા મળશે. આ સિવાય યુઝર્સને વોડાફોન પ્લે અને ઝી5 જેવા પ્રીમિયમ એપનું સબસ્ક્રીપ્શન પણ મળશે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે.
399 રૂપિયાનો પ્લાન
ડબલ ડેટા ઓફર હેઠળ યુઝર્સને આ પ્લાનમાં રોજ 3 જીબી ડેટા મળતો હતો, પણ હવે આ પ્લાનમાં 1.5 જીબી જ ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં પહેલાંની જેમ જે અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસની સુવિધા મળશે. આ સિવાય યુઝર્સને વોડાફોન પ્લે અને ઝી5 જેવા પ્રીમિયમ એપનું સબસ્ક્રીપ્શન પણ મળશે. આ પેકની વેલિડિટી 56 દિવસની છે.
599 રૂપિયાનો પ્લાન
ડબલ ડેટા ઓફર હેઠળ યુઝર્સને આ પ્લાનમાં રોજ 3 જીબી ડેટા મળતો હતો, પણ હવે આ પ્લાનમાં 1.5 જીબી જ ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં પહેલાંની જેમ જે અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસની સુવિધા મળશે. આ સિવાય યુઝર્સને વોડાફોન પ્લે અને ઝી5 જેવા પ્રીમિયમ એપનું સબસ્ક્રીપ્શન પણ મળશે. આ પેકની વેલિડિટી 84 દિવસની છે.