બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 07:32 PM, 29 November 2020
ADVERTISEMENT
આજે અબજોપતિ છે તે મહિલા
આ રિપોર્ટ અનુસાર પુટિન સાથે સંબંધો બાદ એક દીકરીનો જન્મ પણ થયો અને તે દીકરી આજે 17 વર્ષની થઇ ગઈ છે. આ રિપોર્ટ ધ મોસ્કો ટાઈમ્સમાં પ્રકાશિત કરવામાં આવી છે. 68 વર્ષના પુટિનના જૂના રાજ આ રિપોર્ટમાં ખોલવામાં આવ્યા છે અને દાવો કરવામાં આવ્યો છે કે હવે તે મહિના રશિયાના સેન્ટ પીટર્સબર્ગના પોશ વિસ્તારમાં રહે છે.
ADVERTISEMENT
સિક્રેટ દીકરી પણ છે !
રશિયાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 17 વર્ષની તે યુવતી પુટિનની સિક્રેટ દીકરી છે. ચહેરાના તજજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું છે કે તે દીકરી અને પુટિનનો ચહેરો પણ મળતો આવે છે. બ્રિટનની બ્રેડફોર્ડ યુનિવર્સિટીના વિઝુઅલ કોમ્પ્યુટિંગના ડાયરેક્ટર પ્રોફેસર હસન ઉગૈલનું માનવું છે કે પુટિન અને તેમની કથિત દીકરીનો ચહેરો એક સમાન હોવાથી કહી શકાય તો બંને એક બીજા સાથે જોડાયેલા છે.
દાવા અનુસાર જ્યારે પુટિન વિવાહિત હતા તે સમયેથી આ પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું અને એવામાં દીકરીનો જન્મ પણ થયો, નોંધનીય છે કે બાદમાં પુટિનના છૂટાછેડા થઇ ગયા હતા. જે રિપોર્ટ સામે આવી છે તે અનુસાર દીકરીના નામની પાછળ પિતાનું નામ નથી અને તે વર્ષોથી આ રીતે જ રહે છે. જે મહિલા સાથે પુટિનના સંબંધ હતા તે મહિલા હવે 45 વર્ષની છે અને તે સમયે તે સફાઈ કર્મચારીના રૂપમાં કામ કરી રહી હતી. બાદમાં તે એક કંપનીની માલિક બની ગઈ અને હવે તે મહિલા નામે કેટલાય શહેરોમાં મકાન છે.
નોંધનીય છે કે રશિયાનાં રાષ્ટ્રપ્રમુખ પર જ્યારે આટલો મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો ત્યારે આ રિપોર્ટમાં પુટિનની ફ્લાઈટની જાણકારી પણ આપવામાં આવી છે. જાણકારી અનુસાર જે ફ્લાઈટમાં પુટિન સવાર રહેતા હતા તે જ ફ્લાઈટમાં તે મહિલા પણ સવાર રહેતી. એક દાયકા સુધી ચાલેલ પ્રેમ બાદમાં તૂટી ગયો.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ રશિયામાં પુટિનની ખૂબ ચર્ચા થઇ રહી છે અને ખળભળાટ મચી ગયો છે, સ્થાનિક મીડિયા દ્વારા તે મહિલાનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે કોઈ જ જવાબ નથી આપી રહ્યા જ્યારે તે જ મીડિયાએ આ સંબંધો વિશે પુટિનથી જોડાયેલા લોકોથી સવાલ કર્યા તો પુટિનના પ્રવક્તાઓએ આ સંબંધોના દાવાને ફગાવી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.